________________
આચાર્ય હેમચંદ્રવિરચિત બે ધાત્રિશિકાઓ એક અધ્યયન
નગીન જી. શાહ
ગુજરાતના સંસ્કારગુરુ, વિદ્યાસાગર, મહાપ્રજ્ઞ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર રચેલી બે ધાત્રિશિકાઓનો આપણે અહીં થોડોક અભ્યાસ-પરિચય કરીશું. શ્લોક સંખ્યાને આધારે પાડવામાં આવતા સાહિત્યપ્રકારો સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે. શતક, સપ્તતિ, પંચાશિકા, દ્વાત્રિશિકા, વિશિકા, ત્રિશિકા, અષ્ટક વગેરે. આ બધાને લઘુકાવ્ય ગણવામાં આવે છે. દાર્શનિક વિચારોને સંસ્કૃત પદ્યોમાં વ્યક્ત કરવાની રીતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. તેમાં ઈશ્વરકૃષ્ણની સાંખ્યસપ્તતિ, વિજ્ઞાનવાદી બૌદ્ધ આચાર્ય વસુબંધુની વિંશિકા અને ત્રિશિકા તથા મહાન જૈન ચિંતક સિદ્ધસેન દિવાકરની બત્રીસ દ્વાત્રિશિકાઓ અતિ પ્રસિદ્ધ છે. આ થઈ લઘુકૃતિઓની વાત. દાર્શનિક મહાગ્રંથો પણ સંસ્કૃત પઘોમાં રચાયા છે; ઉદાહરણાર્થ કુમારિલ ભટ્ટનું શ્લોકવાર્તિક અને ધર્મકીર્તિનું પ્રમાણવાર્તિક. આચાર્ય હેમચંદ્ર સિદ્ધસેન દિવાકરની દ્વત્રિશિકાઓનું અનુસરણ કરીને જ બે પ્રૌઢ દાર્શનિક કાત્રિશિકાઓની રચના કરી છે - એક છે અયોગવ્યવચ્છેદઢાત્રિશિકા અને બીજી છે અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા. બન્ને ભગવાન મહાવીરની સ્તુતિરૂપ છે. અયોગવ્યવચ્છેદકાત્રિશિકામાં આચાર્ય પોતે જણાવે છે કે ક્યાં સિદ્ધસેનની મહાન અર્થવાળી સ્તુતિઓ અને ક્યાં મારી અશિક્ષિત વચનકલાવાળી સ્તુતિઓ. તેઓ સિદ્ધસેનને શ્રેષ્ઠ સ્તુતિકાર ગણે છે.
અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકામાં ભગવાન મહાવીર આપ્તપુરુષ કેમ છે અને તેમનાં વચનો (આગમો) પ્રમાણ કેમ છે તે જ મુખ્યપણે સમજાવવામાં આવ્યું છે. આખી સ્તુતિનો ધ્વનિ એ છે કે ભગવાન મહાવીર આપ્ત છે કારણ કે તે વીતરાગ છે. રાગ એ સર્વદોષોનું મૂળ છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય. વીતરાગ સંપૂર્ણ દોષરહિત છે. ભગવાન રાગદ્વેષરહિત છે. રાગદ્વેષ જ્ઞાનમાં બાધક છે અને જ્ઞાનને વિકૃત * આ લેખનો અમુક અંશ અન્યત્ર છપાયો છે. પરંતુ કેટલીક મહત્ત્વની બાબતો તેમાં નથી, અહીં જ પ્રથમ પ્રગટ થાય છે. १. क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा ।3 ૨. યથાવદ્રારંવપરીક્ષયા તું ! ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org