SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ર ર બનાવે છે. જે રાગદ્વેષરહિત હોય તે શુદ્ધ(કેવળ) જ્ઞાનવાળો હોય. રાગદ્વેષનું આવરણ હટી જતાં અનંતજ્ઞાન પ્રગટે છે. આ જ વાત મહર્ષિ પતંજલિએ તેમના યોગસૂત્રમાં જણાવી છે. તેઓ લખે છે : તદ્દા સર્વાવરણમતાતિ જ્ઞાનાનન્યર્ યમન્ ! (૪.૩૧). વીતરાગ હોવાથી જ ભગવાન સર્વજ્ઞ છે, શુદ્ધજ્ઞાની છે, પૂર્ણ આપ્ત છે. તેથી જ તેમનાં વચનો હિતનો ઉપદેશ કરે છે, પૂર્વાપરવિરોધરહિત છે અને મુમુક્ષુઓ તેમ જ સાધુજનો વડે પરિગૃહીત છે. ભગવાન સાધના કરી વીતરાગ થયા હોઈ વીતરાગ થવાનો માર્ગ તેમણે અનુભવથી પ્રત્યક્ષ જાણ્યો છે. તેથી જ ભગવાન પરમ ઉપદેખા છે. તેમનો ઉપદેશ જ ભવક્ષયક્ષમ છે. વીતરાગ થવાના વીતરાગે ઉપદેશેલ તે માર્ગને જે અનુસરે નહિ તે ભલે હજારો વર્ષ તપ કરે તો પણ વીતરાગપણે પામે નહિ, મોક્ષ પામે નહિ. પ:સદા: રસ્તપતિ युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो न मोक्ष्यमाणा अपि यान्ति મોક્ષમ્ અહીં સિદ્ધિસેનની પ્રથમ દ્વાત્રિશિકાનો ૨૩મો શ્લોક સરખાવવા જેવો છે. તેઓ લખે છે: તપોરેન્તિશરીડર્નર્વતનુવચૈઃ કૃતસંપૂતાપિ વા વંતીયપ્રતિવોરેનર્વવાળને નૈવ શિવં વિરાપ | વળી, મહાવીરને ઉદ્દેશી આચાર્ય કહે છે : “મનીષી જનોનું મન આપ તરફ આકર્ષાય છે તેનું કારણ આપ વીતરાગ છો એ છે, અને નહિ કે તેમનો આપના પ્રત્યેનો રાગ." મારો પણ આપના તરફ પક્ષપાત કેવળ શ્રદ્ધાને કારણે નથી કે બીજા પ્રત્યે અરુચિ કેવળ તેમના પ્રત્યેના દ્વેષને કારણે નથી. પરંતુ આપ્તત્વની પરીક્ષા કર્યા પછી મને જણાયું કે આપ જ વીતરાગ હોવાથી આપ્ત છો. જે વીતરાગ નથી તે આપ્ત નથી. એટલે આપના અને આપનાં વચનોના આશ્રયે હું આવ્યો છું.'' અહીં આચાર્ય હરિભદ્રના શબ્દોનું સ્મરણ થઈ આવે છે. તેઓ લોકતત્ત્વનિર્ણયમાં (૩૮) કહે છે : પક્ષપાતો ન છે वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। આ સઘળાનો સાર એ છે કે જ્યાં કોઈ પણ સ્થળે કે જ્યારે કોઈ પણ કાળે જે કોઈ વીતરાગ છે–પછી ભલે તેને કોઈ પણ નામ કેમ ન અપાયું હોય – તે 3. हितोपदेशात् सकलज्ञक्लृप्तेर्मुमुक्षुसाधुपरिग्रहाच्च । પૂર્વાપરાર્થેશ્ર્વવિરોધસિદ્ધર્તા || જીવ સતાં પ્રમાણમ્ !૧૧ ૪, શ્લોક ૧૯ ૫. નીષિMાં તુ ર્વીય વીતી ન માત્રે મનોડનુર: ર૬ ६. न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥२८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy