________________
પપ
આપેલી દસ ગુણોની વ્યાખ્યા અતિવ્યાપ્તિથી યુક્ત-એકબીજાને અતિક્રમનારી છે અને એમાં જુદાપણું છે. (૨) ભરત, દંડી અને ભામણે આપેલા દસ ગુણોનો ઉપરના ત્રણ ગુણો માધુર્ય, ઓજ અને પ્રસાદમાં સહેલાઈથી અંતર્ભાવ થઈ શકે છે. અને (૩) આમાંના કેટલાક ગુણો દોષાભાવરૂપ છે.
ગુણવિચારના સંદર્ભમાં હેમચંદ્ર જ્યારે માત્ર ત્રણ જ ગુણોને સ્વીકારે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે વૈયક્તિક રીતે કોઈ એક ગુણ એ બધા રસોનો ગુણ છે કે માત્ર થોડાનો ? જો એ રસનો ધર્મ છે તો તે ક્યા અર્થમાં તે રસાશ્રિત છે ? આ પ્રશ્નોનો જવાબ આપવો અપેક્ષિત હોય એમ આચાર્ય હેમચંદ્ર ચોથા અધ્યાયમાં નીચે પ્રમાણેની વિષયનિરૂપણ પદ્ધતિ સ્વીકારી છે. સર્વપ્રથમ ત્રણે ગુણોને વ્યાખ્યાબદ્ધ કરવા. એ પછી પ્રત્યેકનો નિશ્ચિત રસ સાથે સંબંધ સ્પષ્ટ કરવો અને પછી તે ગુણની લાક્ષણિકતાઓ ઉદાહરણો અને પ્રતિઉદાહરણો આપીને નિશ્ચિત કરવી. આ ચર્ચાક્રમમાં ગુણ અંગેની એની વિભાવનાની વિશદતા અને ચોકસાઈ ધ્યાન ખેંચે તેવી છે.
ગુણવિચાર અંગેની આચાર્ય હેમચંદ્રની મૌલિકતા, પુરોગામી આલંકારિકોના મતોનું તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન, વિચારોની વિશદતા અને ઊંડાણનો ખ્યાલ, આચાર્ય મમ્મટે વિવેકમાં ભરત, દંડી વામન અને ક્યારેક ભામહ અને મંગલના વિચારોનાં કરેલા નીરસન પરથી આવે છે. વામને બંધગુણ તરીકે ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાન્તિ એમ દસ ગુણો દર્શાવ્યા હતા. આચાર્ય હેમચંદ્ર પ્રત્યેક ગુણોની વ્યક્તિગત વિચારણામાં પ્રસંગોપાત્ત ભારત અને દંડીના મતોનો વામનના મતનું નીરસન કરવા ઉપયોગ કર્યો છે. ભરતનો મત ઉધૃત કરતી વખતે તે એના મતને શબ્દશઃ રજૂ કરવાને બદલે સારરૂપે રજૂ કરે છે. પણ વામનના મતને વિસ્તારથી અને ઘણું કરીને શબ્દશઃ રજૂ કરે છે. અલબત્ત ભરતના મતનું સબળ કે સુયક્તિક નીરસન કરવા એણે વામનયા: એટલે કે વામનના અનુયાયીઓના મતોને વારેવારે ઉધૃત કર્યા છે. આ મતો મૂળમાંથી જ અક્ષરશઃ લીધા છે કે એના પોતાના શબ્દોમાં રજૂ થયા છે તે બહુ સ્પષ્ટ થતું નથી કારણ કે એ મતોનો સ્રોત અજ્ઞાત છે અથવા અત્યારે નષ્ટ થયો છે. વામનના મતોનું પ્રાચર્ય જોતાં વામનના વિશાળ વાચક વર્ગનો કે અનુયાયીઓનો ખ્યાલ જરૂર આવે છે. આચાર્ય હેમચંદ્ર ગુણવિચારના સંદર્ભમાં જે અનેક પુરોગામી વિચારો અને વિચારપ્રવાહોનાં ઉદ્ધરણો આપ્યાં છે અથવા એનો નામ દીધા વિના જે નિર્દેશ કર્યો છે તે જોઈને આચાર્ય હેમચંદ્રની આ કૃતિને મહાનદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org