SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ બંગ-વ્યંગ્યપ્રધાન કેટલીક ઉક્તિછટાઓ પણ નોંધપાત્ર છે. જેમકે, “તારો પણ પ્રતિપક્ષ છે અને તે વળી કોપથી વિક્ષુબ્ધ છે એવી કિવદન્તી લઈને શું વિવેકીઓ જીવે છે?” (૬.૨) મતલબ એ છે કે આવી કિંવદન્તી હોય તો વિવેકી પુરુષોએ ડૂબી મરવા જેવું થાય. આ મતલબનોયે મતલબ એવો છે કે આ કિંવદન્તી સાચી નથી, વીતરાગદેવને કોઈ પ્રતિપક્ષ હોઈ જ ન શકે અને વિવેકી પુરુષોએ એ કિંવદન્તીનું ખંડન કરવું જોઈએ. કર્માપેક્ષા રાખતા ઈશ્વરને કવિએ “શિખંડી' (નપુંસક) જેવા ભારે શબ્દથી નવાજ્યો છે એ આપણે આગળ જોયું. પણ જગત્કર્તા ઈશ્વરમાં માનનારાઓનો કવિએ જે શબ્દોમાં ઉપહાસ કર્યો છે તે એમને કેવી ર્તિમંત અને મહારાત્મક અભિવ્યક્તિ પણ સિદ્ધ છે તેની નવલી પ્રતીતિ આપણને કરાવે છે : ખપુષ્પપ્રાયમુન્ગશ્ય કિશ્ચિન્માન પ્રકટ્ય ચ, સમ્માન્તિ દેહ ગેહે વા ન ગેહેનર્દિનઃ પરે. ૬.૯ “આકાશપુષ્પ જેવી કોઈક વસ્તુની સંભાવના કરીને અને કોઈક પ્રમાણ કલ્પી લઈને ઘરશુરા (ઘરમાં ગાજનારા) અન્ય મતવાદીઓ દેહમાં કે ગેહમાં - શરીરમાં કે ઘરમાં સમાતા નથી”. “ગેહેનર્દિ એ શબ્દ અને “દેહમાં અને ગેહમાં ન સમાવું' એ રૂઢિપ્રયોગ કેવા તાજગીભર્યા અને સબળ, સચોટ છે ! વીતરાગદેવને વિષય કરતી આ રચનામાં વિવિધ યુક્તિઓથી રસત્વ અને કાવ્યત્વ સિદ્ધ કરવામાં હેમચંદ્રાચાર્યની ઉજ્વળ કવિપ્રતિભાનું નિદર્શન છે. સ્તોત્રકાવ્યની દીર્ધ પરંપરામાં આ રચના ક્યાં બેસે તેમ છે અને પરંપરાનો પ્રભાવ એણે કેટલો ઝીલ્યો છે એ તપાસનો જુદો મુદ્દો છે. આપણે અહીં તો આ રચનાના રસત્વ અને કાવ્યત્વમાં અવગાહન કરવાના પ્રસન્નકર અનુભવથી કૃતાર્થ થઈએ એ જ ઉપક્રમ છે. સંદર્ભ : ૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવ (સવિવેચન સકાવ્યાનુવાદ), ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૧૯૬૫. ૨. હેમસમીક્ષા, મધુસૂદન ચિમનલાલ મોદી, ૧૯૪૨. ૩. દર્શન અને ચિંતન ભા. ૧, પંડિત સુખલાલજી ૧૯૫૭ - “સ્તુતિકાર માતૃચેટ અને એમનું અધ્યદ્ધશતક (આમાં રૂા. આ સ્તોત્રનો વીતરાગસ્તવ પરનો પ્રભાવ બતાવાયો છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy