________________
૫૦
યસ્ત્વય્યપિ દૌ દૃષ્ટિમુલ્યુકાકારધારિણીમ્, તમાશુશુક્ષણિઃ સાક્ષાદાલપ્પાલમિદં હિ વા.
૧૫.૪
“તારા પ્રત્યે ઉંબાડિયાના જેવી (સળગતી) દૃષ્ટિ જેણે રાખી છે તેને અગ્નિ (આશુશુક્ષણિ) સાક્ષાત્ – આટલું બોલીને હવે બસ થયું.’’ ઉક્તિને અરધેથી છોડી દઈને વણબોલાયેલા શબ્દો માર્મિક રીતે સૂચવવાની આ એક લાક્ષણિક લઢણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને આક્ષેપ અલંકારમાં મૂકે, પણ આપણે એવી ઓળખ વિના પણ એની અસરકારકતા અનુભવી શકીએ છીએ. કવિએ ‘અલમ્’ (બસ થયું) અને ‘વધુ શું કહું ?’ એવી વાક્યછટાઓ જાણે કથનની અવધિ દર્શાવવા વારેવારે યોજી છે.
પદપુનરાવૃત્તિ આ રચનામાં વારંવાર જોવા મળતી એક ઉક્તિછટા છે. થોડાંક ઉદાહરણો આગળ આવી ગયાં છે. અહીં એક વિશેષ ઉદાહરણ જોઈએ : શમોઽદ્ભુતોઽદ્ભુતં રૂપં સર્વાત્મસુ કૃપાદ્ભુતા,
સર્વાદ્ભુતનિધીશાય તુવ્યં ભગવતે નમઃ. ૧૦.૮
‘મધુરાષ્ટક’ની વાક્છટાની મસ્તીમાં જે મગ્ન બન્યા છે એમના મનનું આ ‘અદ્ભુત’-લીલા પણ અવશ્ય આકર્ષણ કરશે.
કોઈ વાર આંશિક ફેરફારવાળી પદપુનરાવૃત્તિ પણ અસરકારક છટા ઊભી કરતી હોય છે. જેમકે,
તેન ત્યાં નાથવાન્ તસ્મૈ સ્પૃહયેયં સમાહિતઃ,
તતઃ કૃતાર્થો ભૂયાસં, ભવેયં તસ્ય કિડ્કરઃ. ૧.૫
વીતરાગદેવ સાથેના અનેકવિધ, અનેકરૂપી સંબંધની અભિલાષા અહીં વ્યક્ત થઈ છે. તેમાં દરેક ચરણમાં ‘તદ્’ (તે)નાં વિવિધ રૂપો પ્રયોજાયાં છે તે જોયું ? - ‘તેન’ (તેના વડે), ‘તસ્મૈ’ (તેના પ્રત્યે), ‘તતઃ’ (તેના દ્વારા), ‘તસ્ય’ (તેનો). પદ એક પણ વિભક્તિરૂપો ભિન્નભિન્ન. ‘તદ્’ (તે) આપણા ચિત્તમાં સતત અથડાય છે.
ક્યારેક એક જ શબ્દને જુદી અર્થછાયા આપીને ઉક્તિવૈચિત્ર્ય જન્માવ્યું છે. “ક્વાણું પશોરપિ પશુ:’” (ક્યાં હું પશુમાં પશુ) (૧.૭)માં ‘પશુ’ શબ્દ અબુધતાના પર્યાય રૂપે છે. “પશુમાં પશુ'' એટલે સાવ નીચલા સ્તરનો પશુ, તદ્દન અબુધ. “પશુમાં પશુ” એ ઉક્તિની પોતાની જ આગવી ચોટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org