SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ સિહે ના અપભ્રંશ-વિભાગમાંના ૩૬૫, ૩૮૯ અને ૪૨૭ (૧) એ સૂત્રો નીચેનાં ઉદાહરણ અનુક્રમે પપ્ર.ના દોહા ૨-૧૪૭, ૨-૧૩૦ અને ૨-૧૪૦ છે. તે જ પ્રમાણે દોપા. ના દોહા ૮૮, ૧૫૧, ૧૬૭, ૧૭૬ અને ૧૭૭ અનુક્રમે સિહે. નાં ૩૬૬, ૪૨૨ (૨), ૪૧૪ (૨), ૪૧૮ (૫) અને ૩૯૩ (૪) એ સૂત્રોનાં ઉદાહરણ તરીકે આપેલાં છે. પત્ર. ૨-૧૧૪માં ‘લોહ’ ઉપર શ્લેષ કરીને (૧‘લોભ’, ૨-‘લોહ’) કહ્યું છે કે ‘લોહ’નો સંગ કર્યાથી અગ્નિને એરણ અને ઘણની વચ્ચે પિટાવાનું અને સાણસાથી કપાવાનું દુઃખ સહેવું પડે છે. તેવી જ રીતે સિંહે. ઉદાહરણ ક્રમાંક ૪.૩૯૨માં ‘અતિરક્ત’ ઉપર શ્લેષ કરીને (૧-‘રાતારંગની’, ૨-‘અનુરક્ત’) મજીઠને ‘રાગ’ને લીધે મૂળમાંથી ઉખેડાવું, આગથી કઢાવું અને ઘણથી કુટાવું- એવાં દુ:ખ સહેવા પડવાની વાત છે. યોશા.માં મળતા બહિરાત્મા, અંતરાત્મા અને ૫૨માત્મા એવા વિભાજનનો આધાર પપ્ર. હોવાનું કહી શકાય. દોપા. માં પચાસ જેટલા દોહા પપ્ર.માંથી લીધેલા જણાય છે. બીજી બાજુ, દોપા.માં અગિયાર દોહા સરહના ‘દોહાકોશ'માંથી લીધેલા છે, જેમાંથી ચારેક પપ્ર.માં પણ મળે છે. આ બૌદ્ધ અને જૈન યોગમાર્ગી અપભ્રંશધારા કુચ.ના શ્રુતદેવીના ઉપદેશની રચનાવેળા હેમચન્દ્રાચાર્યની સમક્ષ હોવાનું આપણે જરુર કહી શકીએ. એ સંબંધમાં પહેલા ખંડમાં કુચ.માં ‘ગંગા', ‘યમુના’, ‘સરસ્વતી', તેમાં સ્નાન કરતો ‘હંસ’,‘રવિ’, ‘શશી’, ‘ઇંડા’, ‘પિંગલા’, ‘ગગન’, ‘સુધારસ’, ‘બ્રહ્મરંધ્ર’ ‘અનાહત નાદ’ (૮-૨૫), ‘મનઃસ્થિરીકરણ’ (૮-૬૭) એ પરિભાષા નાથપંથી યોગધારાનો પ્રભાવ દર્શાવતી હોવાનું ઉપ૨ (૧)માં મેં બતાવ્યું છે. આ ઉપ૨થી હેમચંદ્રાચાર્યને જે પૂર્વવર્તી (વિશેષે અપભ્રંશ ભાષાના) સ્રોતોનો લાભ મળ્યો હશે તેની થોડીક ઝાંખી કરી શકાશે. વળી પ્રસ્તુત વિચારણાથી, હરિભદ્રસૂરિની જેમ હેમચંદ્રાચાર્યનું વલણ આવા વિષયમાં જૈન પરંપરા સાથે સંલગ્ન રહીને અન્ય પરંપરાનાં ઇષ્ટ અને આદેય તત્ત્વો પ્રત્યે કેટલું ઉદાર હતું તેની પ્રતીતિ પણ થશે. જે વિચારણા અને ખોજનો પ્રાચીન ઉપનિષદોમાં સૂત્રપાત થયો તેને પરિણામે- ભારે આંતરિક મથામણ, ચિંતન અને ઊહાપોહને પરિણામે ત્રણ તત્ત્વો ઉત્તરકાલીન તત્ત્વવિચારના આલંબન તરીકે હાથ લાગ્યાં : આંતર-બાહ્યના Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy