________________
દઢ અભ્યાસ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરવા હઠયોગનો આશરો લેવામાં આવે છે, અને પ્રત્યાહારના અંગમાં પ્રવેશ કરાવવા ગુરુ વિવિધ રીતે “દીક્ષા આપી “ગુરુકૃપા' દ્વારા શિષ્યની અંદર સુષુપ્ત રહેલી દિવ્યશક્તિને જાગ્રત કરે છે. સિદ્ધ અને સંતપરંપરા એ ઉભયમાં આ “દીક્ષા” અને “ગુરુકૃપા'ની વિશિષ્ટ યોગ્યતા ધરાવનાર જ “ગુરુ” ગણાય છે. જ્યારે ધર્મના ઉપદેશક માટે “આચાર્ય' શબ્દ જ પ્રયોજાય છે. “આચાર્ય અનિવાર્યપણે “ગુરુ” હોય પણ ખરા અને ન પણ હોય; ખરું જોતાં દિવ્ય આધ્યાત્મિક સિદ્ધિ અને અનુભવ ધરાવનાર અને કરાવનાર જ “ગુરુ” ગણાય છે; આચાર્યમાં આ યોગ્યતા હોવી અનિવાર્ય નથી. વળી યોગસિદ્ધ મહાત્માઓ મોટે ભાગે કોઈ પંથ, ફિરકા, અખાડા કે ગચ્છમાં ભળવાને બદલે સ્વતંત્ર એકાકી જીવન જીવવાનું જ વધુ પસંદ કરતા હોય છે, તેથી હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના નિરૂપણને આધારે તે પણ આવા કોઈ મહાત્માના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા જણાય છે, અને આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનોને તેની ખોજ કરવા પ્રેરણા મળે તેમ છે.
જૈન આચારપરંપરામાં વિકાસ પામેલ યોગશાસ્ત્ર તેની આગવી દાર્શનિક દૃષ્ટિ અને આગવી સાધના પરંપરા સાથે સંકળાયેલું હોય એ સ્વાભાવિક છે. કદાચ જૈન પરંપરાના એક સ્વતંત્રમાર્ગ તરીકે અનુયાયીઓ માટે તેની આવશ્યકતા પણ હોય જ. ડો. દિગેએ નોંધ્યા મુજબ ૫ જૈનયોગનો મૂળ આધાર શ્રમણ સંસ્કૃતિ છે. તેથી તેની યોગવિષયક પ્રક્રિયામાં ચારિત્રવિષયક અને આધ્યાત્મિક દર્શનાનુસારી પાર્શ્વભૂમિ અન્ય પરંપરાઓની તુલનામાં વધુ સ્થિર અને સુવિસ્તૃત હોય તે પણ સ્વાભાવિક છે. અને છતાં, જ્યારે પ્રત્યક્ષ યોગસાધનાના અનુભવમૂલક ક્ષેત્રમાં પ્રવેશવામાં આવે ત્યારે બધી જ દાર્શનિક વિચારપૂર્વક પરિકલ્પનાઓ પાછળ રહી જાય છે, અને શુદ્ધ પરમાનંદમૂલક આત્માનુભવ એ જ અંતિમ લક્ષ્ય બની રહે છે એ જોતાં “યોગ' એ સર્વ ધર્મો અને દર્શનો માટે આદરણીય સાધનાપ્રણાલી બની રહી છે. કદાચ આ કારણે જ હેમચંદ્રાચાર્યે બારમા પ્રકાશમાં અનુભવસિદ્ધયોગનું નિરૂપણ કરવાનું ઉચિત અને આવશ્યક માન્યું જણાય છે.
પાદટીપો : ૧. હેમચન્દ્રાચાર્ય યો. શા. ૧.૧ : નમો દુર્વારા વિવૈરિવારનવાળેિ છે તે
યોનિનાથાય નહાવીરાય તાયિને ; યો. શા. સ્વ. વિવ. ૧.૧ : પ્રાપ્ય सिद्धाद्भुतयोगसम्पदे श्रीवीरनाथाय विमुक्तिशालिने। स्वयोगशास्त्रार्थविशेषनिर्णयो भव्यावबोधाय मया विधास्यते ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org