________________
૨૬
જગતની ઉત્પત્તિ ક્યાંથી થાય? અવિદ્યા અસત્ હોવા છતાં અર્થક્રિયાકારી છે એમ માનવું વિરુદ્ધ છે.
સાંખ્યમતના ચાર મુખ્ય સિદ્ધાન્તો પ્રત્યે આચાર્યશ્રી વિરોધ પ્રગટ કરે છે. તે ચાર સિદ્ધાન્તો છે – પુરુષને અર્થજ્ઞાન હોતું નથી, બુદ્ધિ ચેતનાહીન જડ છે, આકાશ વગેરે શબ્દાદિતન્માત્રજન્ય છે, અને બંધ અને મોક્ષ પુરુષના નથી. (શ્લો.૧૫)
સર્વ વસ્તુઓ ક્ષણિક છે એ બૌદ્ધ માન્યતાની સમીક્ષા કરતાં આચાર્યશ્રી જણાવે છે કે આ ક્ષણિકતાના સિદ્ધાન્તમાં કૃતપ્રણાશ, અકૃતકર્મભોગ, પરલોકનાશ, મોક્ષાસંભવ, સ્મૃતિભંગ વગેરે દોષ આવે છે. આત્મા ક્ષણિક હોવાથી કર્મ કરતાંની સાથે જ તેનો નાશ થઈ જતો હોવાથી તે કર્મનું ફળ તે ભોગવી શકતો નથી; આ એ છે કૃતપ્રણાશ. પછી જે તે કર્મનું ફળ ભોગવે છે તે તો બીજો જ આત્મા છે જેણે તે કર્મ કર્યું નથી; આ છે અમૃતકર્મભોગ. ક્ષણિક આત્માનો નાશ જ થઈ જતો હોવાથી પરલોક અને મોક્ષ ઘટતા નથી. સ્મૃતિમાં જેણે અનુભવ્યું હોય છે તે સ્મરણ કરે છે. ક્ષણભંગવાદમાં આ શક્ય નથી. વસ્તુઓ ક્ષણિક હોવાથી કારણ અને કાર્ય બને સમકાલ અસ્તિત્વ ધરાવી ન શકે અને કારણના નાશ પછી ફળની ઉત્પત્તિન સંભવે. આમ ક્ષણિક્તાના સિદ્ધાન્તમાં કાર્યકારણભાવ પણ ઘટતો નથી. (શ્લો. ૧૬ અને૧૮)
વિજ્ઞાનાદ્વૈતમાં અર્થજ્ઞાન ઘટતું નથી એમ કહી આચાર્ય વિજ્ઞાનવાદનો પ્રતિષેધ કરે છે. શૂન્યવાદીને બધું શૂન્ય હોઈ પ્રમાણ જ નથી અને પ્રમાણ વિના તો તે સ્વપક્ષની સિદ્ધિ કરી શકે નહિ – આમ જણાવી આચાર્યશ્રી શૂન્યવાદનો નિકાસ કરે છે. અનુમાનનું પ્રમાણ ન માનનારા ચાર્વાકો બીજાના અભિપ્રાયને ક્યાંથી જાણવાના ? –- એવો પ્રશ્ન કરી ચાર્વાકમતની નબળાઈ દર્શાવી છે.
જેઓ જીવોની સંખ્યા પરિમિત માને છે તેમણે કાં તો મુક્ત જીવોનો ફરી સંસારમાં પ્રવેશ માનવો પડે કાં તો સંસાર કોઈક દિવસ ખાલી થઈ જશે એમ માનવું પડે. બેમાંથી એક પણ વિકલ્પ સ્વીકારવો યોગ્ય નથી. (શ્લો. ૨૯) જૈનદર્શને છવોને અનંત માન્યા હોઈ મુક્ત જીવ ફરી સંસારમાં પ્રવેશતો ન હોવા છતાં સંસાર ખાલી થઈ જવાની કોઈ જ સંભાવના નથી. મુક્ત જીવો ફરી સંસારમાં પ્રવેશે છે એવું માનનાર આજીવિક સંપ્રદાય છે, પરંતુ તેઓ જીવોની પરિમિત સંખ્યા માનતા હોય એવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ Dr. A. L. Basham માને છે કે આજીવિકો જીવોની સંખ્યા પરિમિત (finite) માનતા હોય તેવો સંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org