SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વક્તવ્યમાં આ ચન્દ્રકને નોબલ પ્રાઈઝ' તરીકે વર્ણવતા કહ્યું કે “નોબેલ પ્રાઈઝની કિંમત હું ઓછી આંકતો નથી પણ બર્નાડ શોએ કહ્યું હતું કે, નોબેલ પ્રાઈઝ માણસ જ્યારે દરિયામાં હોય, ડૂબવાની અણી પર હોય અને કોઈ તેના પર લાઈફ જેકેટ ફેકે અને તેના સહારે પેલો કિનારે પહોંચે ત્યારે અપાય છે. પણ આ ચન્દ્રક એ નોબેલ પ્રાઈઝ નથી, આ તો નોબલ પ્રાઈઝ છે. અને આ શબ્દોની રમત નથી કરતો, આ તો મારા અંતરની પ્રતીતિ છે.” ડૉ. સુરેશ દલાલે માલવણિયાને દર્શનશાસ્ત્રના વિદ્વાન તરીકે વર્ણવ્યા હતા અને જે પોતાની બારી ખુલ્લી રાખે અને બારણાં બંધ ન રાખે તે ભાયાણીસાહેબ, બીજો કોઈ માણસ ભાયાણીસાહેબ થઈ ન શકે, એમ કહીને ડૉ. ભાયાણીને બિરદાવ્યા હતા. બંને સન્માનનીય વિદ્વાનોએ પોતાને મળેલાં ચંદ્રક તથા અભિવાદનના પ્રત્યુત્તરમાં અવસરોચિત વક્તવ્ય આપ્યું હતું, અને વિદ્યાના ક્ષેત્રમાં આજે પ્રવર્તતી વિષમ પરિસ્થિતિ પરત્વે વેદના પણ પ્રગટ કરી હતી. આચાર્ય સૂર્યોદય સૂરીશ્વરજીએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે, શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના આધારે ડિૉ. ભાયાણીએ તૈયાર કરેલ “અપભ્રંશ વ્યાકરણ' તેમ જ અન્ય બે ગ્રન્થોનું વિમોચન માનનીય દલસુખભાઈ માલવણિયાના હસ્તે થયેલું. બંને વિદ્વાનોને અપાયેલ તામ્રપત્રનું વાંચન ડૉ. ચન્દ્રકાંત શેઠ તથા ડૉ. ચિમનલાલ ત્રિવેદીએ કર્યું હતું. સમારોહનું સંચાલન ડૉ. કુમારપાળ દેસાઈએ સંભાળ્યું હતું. (૨) હેમચન્દ્રાચાર્ય ચન્દ્રકપ્રદાન સમારંભ (કૃષ્ણવીર દીક્ષિતના અહેવાલમાંથી) જન્મભૂમિ'માં દર સપ્તાહે વર્ષોથી સાહિત્યવિવેચન અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો કલમ અને કિતાબ શીર્ષક નીચે પ્રમાણ ભૂત અને દૃષ્ટિસંપન્ન અહેવાલ આપતા શ્રી કૃષ્ણવીર દીક્ષિત આ સમારંભ વિષેના અહેવાલમાં લખ્યું હતું આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવવા ભાવનાશીલ, નિઃસ્પૃહ અને નિષ્ઠાવાન લોકોના પુરુષાર્થની જરૂર, ગયા રવિવાર, તા. ૧૭-૧૦૧૯૯૩ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે, અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલા પાંજરાપોળના શેઠ હઠીસિહ કેસરીસિંગ ટ્રસ્ટ ઉપાશ્રયના પ્રવચન ખંડમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીની સ્મૃતિમાં સ્થપાયેલ સંસ્કાર શિક્ષણનિધિ સંસ્થાના ઉપક્રમે ગુજરાતના (૨૨) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy