________________
૪૬
વૈચિત્ર્ય જો કર્મના પરિણામરૂપ હોય તો નપુંસક જેવા ઈશ્વરની જરૂર પણ શી છે ?
આઠમા પ્રકાશમાં એકાંતવાદનું ખંડન કરી અનેકાંતવાદની સ્થાપના કરી છે તેમાં તો કેવળ શાસ્રબુદ્ધિનું પ્રવર્તન છે. આ બધો ખંડનમંડનવ્યાપાર સ્તવનનું ભાવકાવ્યનું સ્વરૂપ લુપ્ત કરી એને જાણે શાસ્ત્રના પ્રદેશમાં લઈ જાય છે. તર્ક એક સંચારિભાવ છે પણ એ કવિબુદ્ધિજન્ય તર્ક, શાસ્ત્રબુદ્ધિજન્ય તર્ક નહીં. વિચાર પણ રસનીય બની શકે છે, ભાવપોષક બની શકે છે પણ આ જાતનું દાર્શનિક ખંડનમંડન એ જુદી ચીજ છે. આ સ્તવનકાવ્ય બહુધા એક આસ્વાદ્ય પ્રશસ્તિમૂલક ભાવોત્કટ રચના બની રહેલ છે તેમાં આ જાતની ખંડનમંડનપ્રવૃત્તિ જુદી પડી જાય છે અને આ કેવળ કવિની રચના નથી, એક સાંપ્રદાયિક આચાર્યની રચના છે એની યાદ આપણને કરાવે છે.
કાવ્યના મૂળ વસ્તુમાંથી ફૂટતા, એને ઉપકારક બનતા વિચારોના દાખલા આપણને અહીં મળે જ છે. કેટલાક વિચારો તો એની નૂતનતાથી આપણને આકર્ષિત કરે છે. જેમકે, કવિ કામરાગ અને સ્નેહરાગ કરતાંયે દૃષ્ટિરાગ એટલેકે મતાનુરાગને દુર્નિવાર ગણે છે, ‘પાપિયો’ કહી એના પ્રત્યે ધૃણા વ્યક્ત કરે છે. (૭.૧૦) એ વીતરાગદેવની સેવા કરતાં એના આજ્ઞાપાલનને વધુ મહત્ત્વનું ગણે છે. એમની આજ્ઞા તે કર્મબંધ કરનાર કષાયાદિનો ત્યાગ અને કર્મબંધ નિવારનાર સમ્યક્ત્વાદિનું પાલન. આજ્ઞાપાલન જ આત્મકલ્યાણ કરે છે અને આજ્ઞા ન પાળીએ તો સંસારમાં ભટક્યા કરવાનું બને છે. સેવા-પ્રસાધનામાં તો કવિ દૈન્ય જુએ છે. (૧૯.૪-૮) આ પ્રશસ્તિમૂલક કાવ્યમાં પણ કવિની દૃષ્ટિ વ્યક્તિ૫૨ક નહીં, તત્ત્વપ૨ક કે ગુણપરક છે એનો આ સંકેત છે. કવિ વીતરાગદેવને વિનંતી કરે છે કે “મારી પ્રસન્નતાથી તારી પ્રસ્નતા અને તારી પ્રસન્નતાથી મારી પ્રસન્નતા એ અન્યોન્ય આશ્રયપણું ભેદી નાખ” (૧૦.૧) એમાં પણ આત્મનિષ્ઠતાની એક આગવી ભૂમિકા રજૂ થઈ છે.
આ વિચારો કવિની અભિલાષાઓને, એમના જીવનલક્ષ્યને પ્રતિબિંબિત કરે છે ને તેથી એ કવિસંવેદનનો અંશ બને છે, ભાવરૂપ બને છે.
આ રચનાની રસસૃષ્ટિ અને ભાવસૃષ્ટિમાં કવિની હૃદયસંપત્તિ છલકાય છે, પણ એ આપણને હૃદ્ય બને છે તે એમાંની કાવ્યકલાને કારણે, એના અભિવ્યક્તિકૌશલને કારણે. આ અભિવ્યક્તિકૌશલનાં બે અંગોછે - અલંકાર-રચનાઓ અને અન્ય કેટલાંક ઉક્તિવૈચિત્ર્યો. વિરોધમૂલક અલંકારોના દાખલા આ પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org