________________
૪૭
આવી ગયા. તે ઉપરાંત, સાદશ્યમૂલક અલંકારો પણ અહીં પ્રચુરપણે વિનિયોજાયા છે. શબ્દાલંકારો છે અને એકસાથે એકથી વધુ અલંકારોની ગૂંથણી પણ છે. અંગાંગિભાવે કે માલા રૂપે યોજાયેલાં રૂપકાદિ છે અને અલંકારરચનાની બીજી કેટલીક વિદગ્ધતા પણ છે. કાવ્યનું આ પ્રસિદ્ધ ઓજાર કવિને કેટલુંબધું હસ્તગત છે તે આ પરથી આપણને અવગત થાય છે. કવિની અલંકારરચનાનો વૈભવ માણવા જેવો છે.
આપણે થોડાંક લાક્ષણિક ઉદાહરણો લઈએ.
ત્વય્યાદર્શતલાલીનપ્રતિમાપ્રતિકરૂપકે,
ક્ષરસ્વેદવિલીનત્વ-કથાપિ વપુષઃ કુતઃ ૨.૪
અહીં વીતરાગદેવને અરીસામાં પડેલા પ્રતિબિંબની સાથે સરખાવ્યા છે - એમના શરીરમાંથી પરસેવો છૂટતો નથી તેથી. આ ઉપમા અરૂઢ અને તાજગીભરી છે.
શબ્દરૂપ૨સસ્પર્શગન્યાખ્યા પર્ચે ગોચરાઃ,
ભજન્તિ પ્રાતિમૂલ્ય ન ત્વદર્ચે તાર્કિકા ઇવ. ૪.૮
શબ્દાદિ પાંચ ઇન્દ્રિયવિષયોને અહીં તાર્કિકોની સાથે સરખાવ્યા છે - બન્ને વીતરાગદેવને પ્રતિકૂળ રીતે વર્તતા નથી, વશ થઈને રહે છે. ઉપમામાં સામાન્ય રીતે ઉપમાન અપ્રસ્તુત હોય છે, પણ અહીં ‘તાર્કિકો’ એ ઉપમાન અપ્રસ્તુત નથી, કેમકે તાર્કિકો - વાદીઓ (બૌદ્ધ, સાંખ્યો, નૈયાયિક, મીમાંસક, ચાર્વાક - એ પાંચ) પણ વીતરાગદેવને વસ્તુતઃ વશ થયેલા છે. આ સાદશ્યરચનાની આ વિલક્ષણતા છે.
નિશિ દીપોડમ્બુધૌ દ્વીપ મરૌ શાખી હિમે શિખી, કલૌ દુરાપઃ પ્રાપ્તોડયું ત્યત્પાદાજરજઃકણઃ
૯.૬
દુષ્પ્રાપ્ય એવું વીતરાગદેવનું શરણું (એમના પગનાં રજકણ) કલિયુગમાં પ્રાપ્ત થયું છે એને માટે ચાર દૃષ્ટાંતો અહીં યોજાયા છે - રાત્રે દીવો, સાગ૨ વચ્ચે દ્વીપ, મરુભૂમિમાં વૃક્ષ અને ઠંડીમાં અગ્નિ. આમ, આ દૃષ્ટાંતમાલાનું ઉદાહરણ થયું. અપ્રાપ્યની પ્રાપ્તિનો ભાવ વિવિધ ચિત્રોથી મૂર્ત થઈ ઘૂંટાય છે. મેરુતૃણીકૃતો મોહાત્પયોધિર્ગોષ્પદીકૃતઃ,
ગરિષ્ઠભ્યો ગરિષ્ઠો યૈઃ પા»ભિસ્ત્વમપોહિતઃ. ૧૫.૨
“મહાનોમાં મહાન એવા તમારી જે પાપીઓએ અવજ્ઞા કરી છે એમણે મેરુને અને સાગરને ગાયપગલા સમો કર્યો છે.'' અહીં પણ બે સરખામણીઓ
તૃણવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org