________________
હેમચંદ્રાચાર્યપ્રણીત વીતરાગસ્તવ” રસ અને કાવ્યની દૃષ્ટિએ
જયંત કોઠારી
એ જાણીતું છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પહેલાં આઠ રસ જ ગણાવાયેલા હતા. પછીથી નવમો શાંત રસ ઉમેરાયેલો છે. શાંત રસ એટલે શમ કે નિર્વેદના ભાવનું ચિત્રણ. સંભવ એવો છે કે શમ કે નિર્વેદના ભાવનું - જ્યાં રાગાદિ કોઈ લાગણીઓ રહી ન હોય, એ સર્વ શમી ગઈ હોય તે સ્થિતિનું - ચિત્રણ કાવ્યત્વ કે રસત્વ કેમ પામી શકે એની મૂંઝવણ હશે. ધોળો રંગ એ રંગહીનતા જ લાગે અને તેથી મનોરમ ન બની શકે તેમ વીતરાગતા કે નિર્લેપતા એ કોરી પાટી જ, નિર્વર્ણ સ્થિતિ. એનું વર્ણન કેમ થઈ શકે ? એ રસમય કેમ બની શકે ? ' આ પ્રશ્નનો જવાબ આપણને હેમચંદ્રાચાર્યવિરચિત ‘વીતરાગસ્તવમાંથી મળે છે. એ વીતરાગસ્થિતિને વર્ણવતી કૃતિ છે અને છતાં કાવ્યત્વ તથા રસત્વને પામેલી કૃતિ છે. એ કૃતિનો અભ્યાસ કરતાં સમજાય છે કે એકલા શમભાવ કે નિર્વેદભાવનું નિરૂપણ તો અશક્યવત છે, એમાં બીજા કોઈક ભાવનો અનુપ્રવેશ અનિવાર્ય છે. અહીં વિસ્મય, દેવરતિ, ભક્તિ અને એના સંચારિભાવોની ગૂંથણી થઈ છે. એટલેકે શાંત રસના નિરૂપણમાં અદૂભુત, ભક્તિ વગેરે રસોનો અનુપ્રવેશ થયો છે. અદ્ભુતના આધારો છે વીતરાગદેવની અન્યદેવવિલક્ષણતા, અનન્યતા, અસાધારણતા, અલૌકિકતા, ઐશ્વર્ય ઇત્યાદિ, ભક્તિના આધારો છે વીતરાગદેવ પ્રત્યેની રતિ, શરણાગતિ, આત્મનિંદા, સમર્પણભાવ વગેરે. આ કેવી રીતે તે આપણે જોઈએ.
વીતરાગદેવની નિર્વેદની અને નિવૃત્તિની સ્થિતિનું સીધું વર્ણન ભલે ન થઈ શકે, પણ એ અલોકસામાન્ય છે એમ તો બતાવી શકાય. એટલે વીતરાગદેવમાં આ નથી, આ. નથી એમ તો વર્ણવી શકાય. હેમચંદ્રાચાર્યે અન્ય દેવોનાં ચરિત્રલક્ષણોની સામે વીતરાગદેવનાં નિર્વેદ-નિવૃત્તિને મૂકી એમની વિલક્ષણતાને ઉઠાવ આપ્યો છે. જેમકે, અન્ય દેવો કેટલાકનો કોપથી નિગ્રહ કરે છે, એમને વશમાં આણે છે, તો વળી તુષ્ટ થઈને કેટલાક પર અનુગ્રહ કરે છે. (૧૯, ૨) વીતરાગદેવ આવા રોષ કે તોષના ભાવથી અલિપ્ત છે. વીતરાગદેવ જો તુષ્ટ છે પ્રસન્ન ન થતા હોય તો એ ફળ કેમ આપી શકે એવો પ્રશ્ન થાય, તો એનો જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org