SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપરાંત ત્રીજો સમવાય દેખાતા નથી. આમ સમવાયનો સિદ્ધાન્ત ટકતો નથી. સત્ પદાર્થોમાંથી કેટલાકમાં જ (અર્થાત્ દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ) સત્તા રહે છે (સતામfપ ચત્ વિવેવ સત્તા), જ્ઞાન આત્મામાં સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે તેમ જ આત્માથી અત્યન્ત ભિન્ન છે (ચૈતન્યમ્ પાધિમાત્મનોડ), અને મોક્ષમાં જ્ઞાન પણ નથી કે આનંદ પણ નથી – આ ત્રણ સિદ્ધાન્તોની તર્કહીનતા એટલી પ્રગટ છે કે તેનું ખંડન કરવાની કોઈ આવશ્યતા નથી એમ આચાર્ય સૂચવે છે. ન્યાય-વૈશષિકો સમવાય, સામાન્ય અને વિશેષને પણ સત તરીકે સ્વીકારે છે પરંતુ તેમાં સત્તા નથી સ્વીકારતા તેમાં સ્પષ્ટ વિરોધ છે. જ્ઞાન આત્મામાં સ્વાભાવિક ન હોય અને આત્માથી તદ્દન ભિન્ન હોય તો આત્મા જડ જ બની જાય. જો મોક્ષમાં જ્ઞાન અને આનંદ ન હોય તો જડ પથરા જેવી મુક્તિને કોણ ઇચ્છે? ન્યાય-વૈશેષિકો આત્માને વિભુ માને છે. આ માન્યતા બરાબર નથી કારણ કે જ્યાં ગુણ હોય ત્યાં જ તે ગુણવાળું દ્રવ્ય હોય. આત્મગુણો દેહની બહાર ઉપલબ્ધ નથી. એટલે આત્માને પણ દેહની બહાર ન મનાય. શ્લોક અગીઆરમામાં વેદવિહિત હિંસા ધર્મ છે એ મીમાંસક મતનો પ્રતિષેધ છે. આચાર્ય કહે છે કે વેદવિહિત હિંસા પણ ધર્મનું કારણ નથી. હિંસા એ હિંસા જ છે – તે વેદવિહિત હોય કે વેદવિહિત ન હોય. હિંસા અધર્મ જ છે. પશુને યજ્ઞમાં હોમી સ્વર્ગમાં જવાની ઇચ્છા કરનારો પુત્રનો ઘાત કરી રાજ્ય મેળવવાની ઇચ્છા કરનાર જેવો જ છે. આચાર્યશ્રીના આ મતને સાંખ્યમત સાથે સરખાવવો રસપ્રદ થશે. સાંખ્યો પણ વૈદિક ક્રિયાકલાપને અશુદ્ધ ઉપાય ગણે છે. તેનાથી આત્યંતિક દુઃખમુક્તિ ન થાય એમ તેઓ સ્પષ્ટપણે જણાવે છે. ૯ સાંગનો સાધનશુદ્ધિ ઉપરનો ભાર નોંધપાત્ર છે. ૧૨મા શ્લોકમાં જ્ઞાન પોતે પોતાને જાણતું નથી એ મીમાંસક અને નૈયાયિક મતનું ખંડન છે. મીમાંસક મતે જ્યારે કોઈ વસ્તુને આપણે જાણીએ છીએ ત્યારે તે વસ્તુમાં જ્ઞાતતા નામનો ધર્મ ઉદ્ભવે છે અને વસ્તુગત જ્ઞાતતા ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે, પ્રત્યક્ષ નહિ. તેમના મતે જ્ઞાન નિત્ય પરોક્ષ છે. નૈયાયિકના મતે જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પરંતુ બીજું અનુવ્યવસાયરૂપ માનસ-પ્રત્યક્ષ તેને જાણે છે. આમ તેમના મતે જ્ઞાન પ્રત્યક્ષગમ્ય છે. આમ મીમાંસક અને નૈયાયિક બન્ને જ્ઞાનને સ્વસંવેદી માનતાં ન હોવા છતાં મીમાંસક જ્ઞાનને નિત્ય પરોક્ષ માને ૯. છવાનુશ્રવિક્ર: ૧ ચૈવિશુદ્ધિક્ષયાતિશયયુ: | સાં. રૂ. 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy