________________
૪૧
પણ એમનું સર્વ કંઈ આપણી પરિચિત લોકસ્થિતિથી કેવું અનેરું છે તે બતાવે છે અને એ અનેરાપણું આપણા ચિત્તને વિસ્મયાતિશયથી ભરી દે છે.
**
વીતરાગદેવમાં પરસ્પર વિરોધી ગુણલક્ષણો રહેલાં કવિએ દર્શાવ્યાં છે તે ઘટના એમના અલૌકિક સ્વરૂપને સ્ફુટ કરી ચમત્કાર જન્માવે છેઃ વીતરાગદેવમાં એક બાજુથી સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉપેક્ષા છે - ઉદાસીનભાવ છે, બીજી બાજુથી ઉપકારિતા છે. (૧૦.૫) એક બાજુથી નિથતા છે, તો બીજી બાજુથી ચક્રવર્તિતા છે. (૧૦.૬) અલબત્ત, આ વિરોધ તે આભાસી વિરોધ છે. એનું નિરસન આ રીતે થઈ શકે છે ઃ વીતરાગદેવમાં ઉદાસીનતા એ અર્થમાં છે કે એ સંસારી જીવોના સુખદુઃખથી લેપાતા નથી, એમને માટે પ્રવૃત્ત થતા નથી, એ નિવૃત્તિમાર્ગી છે, પણ આ સંસારમાં એમનું વિચરણ જ સંસારી જીવોને ઉપકારક બને છે, પોતાના આચાર અને ઉપદેશથી એ એમને સન્માર્ગે વાળે છે. વીતરાગદેવની નિગ્રંથતા - પરિગ્રહરહિતતા તો સ્વયંસ્પષ્ટ છે, તો એમનું ધર્મશાસન પ્રવર્તે છે એ અર્થમાં એ ચક્રવર્તી છે. જગતના ચક્રવર્તીઓ અનેક પ્રકારના વૈભવોથી વીંટળાયેલા હોય છે તેનાથી આ જુદી ચીજ છે.
વીતરાગદેવના નીચેના ચરિત્રવર્ણનમાં પણ દેખીતો વિરોધ ચતુરાઈથી મુકાયેલો છે :
અરક્તો ભુક્તવાન્મુક્તિમ્ અદ્વિષ્ટો હતવાન્દ્વિષઃ,
અહો ! મહાત્માનાં કોઽપ મહિમા લોકદુર્લભઃ. ૧૧.૨
વીતરાગદેવ રાગી નથી (અરક્ત), છતાં ભોગી છે – અલબત્ત, એ મુક્તિનો ભોગ કરનાર છે. એ દ્વેષભાવરહિત છે (અદ્વિષ્ટ), છતાં શત્રુઓને તો હણે છે - અલબત્ત, કામક્રોધાદિ શત્રુઓને.
આમ, અનેક પ્રકારે થયેલું વીતરાગદેવના લોકદુર્લભ મહિમાનું ગાન એક બાજુથી એમની વીતરાગદશાને - એમના નિવૃત્તિભાવને મૂર્ત કરે છે, તો બીજી બાજુથી આપણને આશ્ચર્યભાવમાં લીન કરે છે. શાંત અને અદ્ભુત રસના પ્રવાહો સાથેલાગાં વહે છે.
Jain Education International
વીતરાગદેવના આ પ્રકારના ચરિત્રવર્ણનમાં ભક્તિનો ભાવ પણ અનુસૂત રહેલો જોઈ શકાય છે. વીતરાગદેવનું અલૌકિક ચરિત્ર કવિને માત્ર આશ્ચર્યથી અભિભૂત કરે છે એવું નથી, એમને એમના પ્રત્યે આકર્ષિત કરે છે, એમને એમના અનુરાગી બનાવે છે, એમનું શરણ સ્વીકારવા પ્રેરે છે. બીજાથી પાંચમા પ્રકાશ
For Private & Personal Use Only
www.jainelibrary.org