SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ४० છે, પણ પ્રવાહની સામે વહેતી વસ્તુની વાત જલદીથી કેમ ગળે ઊતરે ? (૧.૭) તાત્પર્ય કે વીતરાગદેવનું દેવત્વ લૌકિક બુદ્ધિથી ગ્રાહ્ય બનતું નથી. એમના ચરિત્રની નિરુપાધિકતા એ જ એમની વિશેષતા છે, વિલક્ષણતા છે, અનન્યતા છે. આ વિલક્ષણદેવત્વ આપણામાં અહોભાવ જગવે છે, આપણા હૃદયને વિસ્મયથી ભરી દે છે. શાંત અને અદ્ભુતનો, આમ, સાથેલાગો અનુભવ થાય છે. ઉષ્કૃત પંક્તિઓમાં ભાષાભિવ્યક્તિની જે કલા પ્રગટ થઈ છે તે પણ રસપોષક છે. ‘ન’થી આરંભાતાં વાક્યોની છટા, સમાસબહુલ પદાવલીની ઘનતા અને સર્વત્ર સંભળાતો વર્ણાનુપ્રાસનો રણઝણકાર (૧૯.૨માં ‘હ’ તથા ‘ત્ર’, ૧૯.૩માં ‘ગ’, ૧૯.૫માં ‘સ્ય’ અને ‘પ્લ’નાં આવર્તનો જુઓ) ભાષાભિવ્યક્તિને વૈચિત્ર્યશોભા અને પ્રભાવકતા અર્પે છે. વીતરાગદેવની અલૌકિકતા પ્રદર્શિત કરતાં કવિએ વિરોધાભાસ, વિષમ, વિશેષોક્તિ એ અલંકારોનો આશ્રય લીધો છે એ કેવો કારગત નીવડ્યો છે !: લોકવ્યવહારમાં પ્રભુત્વ - સ્વામિત્વની નિશાની એ કે કોઈને કંઈ આપવું, પ્રસન્ન થઈ ક્ષિસ કરવી અને કોઈનું કંઈ હરી લેવું, દંડ કે કર ઉઘરાવવો. વીતરાગદેવની ખૂબી એ છે કે એ કોઈને કંઈ આપતા નથી, કોઈનું કંઈ હરી લેતા નથી, છતાં એમનું પ્રભુત્વ – એમનું શાસન પ્રવર્તે છે. (૧૧.૪) વળી, અનાહૂતસહાયરૂં ત્વમકારણવત્સલઃ, અનભ્યર્થિતસાધુરૂં, ત્વમસંબંધબાન્ધવઃ, ૧૩.૧ સામાન્ય રીતે કોઈને બોલાવીએ ત્યારે એ મદદે આવે, એ વાત્સલ્ય કે પ્રીતિ રાખે એની પાછળ કશુંક કારણ રહેલું હોય, સારાપણું દાખવે આપણી અભ્યર્થનાથી, અને બંધુજન બની રહે કશાક સગપણને લીધે, પણ વીતરાગદેવ સંસા૨ના આ નિયમો, આ લોકનીતિઓથી પર છે. એ વણબોલાવ્યા મદદગાર છે, નિર્વ્યાજ વત્સલ છે, વણપ્રાણ્યે ભલાઈ કરનાર છે, સગપણ વિનાના સગા છે. એમના ચિરત્રની આ લોકવિરુદ્ધતા, અલૌકિકતા. કવિ વીતરાગદેવની કાયાને વણધોયેલી છતાં સ્વચ્છ (અધૌતશુચિ, ૨.૧), તેમનાં અંગોને ગંધદ્રવ્યોના ઉપયોગ વિના સુગંધિત (અવાસિત-સુગન્ધિત, ૨.૨) તેમના મનને વિલેપન કર્યા વિના સ્નિગ્ધ - મુલાયમ પ્રેમભાવયુક્ત (૧૯.૨) તથા એમની વાગભિવ્યક્તિને માંજ્યા વિનાની છતાં ઉજ્જ્વળ (૧૯.૨) કહે છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy