________________
૯૮ દઢ નિર્ણય કરી પોતાના મામાની અનુમતિ લઈને ઘર છોડી ગયો અને ગુરુ સાથે ખંભાત ચાલ્યો ગયો.”
– આખી ઘટના આ પ્રમાણે છે. આમાં ક્યાંય ચંગદેવ ગુરુની ગાદી પર બેસી ગયા પછી ગુરુની કે સંઘની સમજાવટથી માતાએ તેને ગુરુને સોંપ્યો, વગેરે બનાવ બન્યાનો નિર્દેશ પણ નથી.
જો કે શ્રી રાજશેખર સૂરિકૃત પ્રબન્ધકોશ આજ ઘટનાક્રમને સ્વીકારે છે. પરંતુ હેમચન્દ્રાચાર્યના સંશોધનાત્મક જીવનચરિત્રકાર પ્રો. જી. બ્યુલ્ડર “પ્રબન્ધકોશ'ના પ્રતિપાદનને વિશ્વસનીય ગણતા નથી. તે તો “પ્રભાવકચરિત' અને પ્રબન્ધચિન્તામણિ'ના પ્રતિપાદનને જ સ્વીકારે છે. તેમની સામે કુ. પ્ર. નહિ હોય તેમ સ્પષ્ટ જણાય છે. જો તે હોત, તો તેમણે પણ “પ્રબન્ધકોશ'ના નિરૂપણને જ સ્વીકાર્યું હોત, એમ કલ્પી શકાય.
(૨) શ્રી હેમાચાર્યના ધર્મોપદેશથી ભાવિત બનેલા પરમાહત રાજા કુમારપાલ ગુર સાથે તીર્થાટને નીકળે છે. ત્યારે પહેલા એઓ ગિરનારની યાત્રાએ જાય છે. આ વિશે એવી ચમત્કારકથા પ્રબન્યો દ્વારા પ્રસિદ્ધ છે કે હેમાચાર્ય અને કુમારપાલ બે યુગપુરુષો છે અને ગિરનાર ઉપર એકીસાથે બે યુગપુરુષો ચડે તો મહાન હાનિ થાય, તેથી બન્ને સાથે નથી ચડતાં; અને માત્ર હેમાચાર્ય જ યાત્રા કરે છે, કુમારપાલ નથી કરતા. પછીથી વાભટદેવને કહીને ત્રેસઠ લાખ – ધનવ્યય વડે નવી સોપાન પંક્તિનું તે નિર્માણ કરાવે છે."
કુ. પ્ર. આની વાસ્તવિક ઘટના આ રીતે નિરૂપે છે : તીર્થયાત્રા માટે ઉત્સુક રાજા કુમારપાલ, ઉત્તમ દિવસે, ગુરુ, ચતુર્વિધ સંઘ તથા ચતુરંગ સેના સાથે પ્રસ્થાન કરી ક્રમશઃ ગિરનાર નજીક પહોંચીને પર્વતની નીચેના નગરમાં પડાવ નાખે છે. ત્યાં વિશ્રામ લીધા પછી પર્વત ઉપર ચડવાની ઉત્સુકતા તેણે દર્શાવી, ત્યારે ગુરુ હેમચન્દ્ર તેને ઉપર જવાના મના કરતાં કહ્યું કે “બીજા બધા ભલે ઉપર ચડે પણ ઉપર ચડવાની પાજ(પદ્યા) વિષમ છે, તેથી તમે ચઢવાનું રહેવા દો. અહીંથી જ ભાવવન્દના કરી લો.” ગુરુ આજ્ઞા અનુસાર તેણે પોતાના માણસો દ્વારા પૂજાપો ઉપર મોકલી આપ્યો પણ પોતે તો નીચેથી જ ભાવયાત્રા કરી લીધી.
આ પછી તેઓ પાલિતાણા ગયા અને ત્યાં શત્રુંજયની ચડીને યાત્રા પણ કરી. પણ યાત્રા પછી રાજાના હૈયે કઢાપો થવા લાગ્યો કે “રેવતાચલ પર નેમિનાથનાં દર્શન મને ન થયાં.” એ ઘડીએ તેણે પૂછ્યું કે ગિરનાર ઉપર સુગમ પાજ હોત તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org