Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
: શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનપ્રસંગો : કુમારપાલ પ્રતિબોધ'ના પરિપ્રેક્ષ્યમાં
– પં. શીલચન્દ્રવિજય ગણિ ||
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનચરિત્રગત અમુક પ્રસંગો પરત્વે આ લઘુ – લેખમાં ઊહાપોહ કરવો પ્રાપ્ત છે. પ્રબન્ધ-ગ્રન્થોના આધારે પ્રસિદ્ધ બનેલા આ પ્રસંગો જે રીતે બન્યા હોવાની પ્રસિદ્ધિ છે. તે કરતાં વાસ્તવિકતા, કદાચ, કાંઈક જુદી જ છે, અને તેને પ્રબન્ધ-ગ્રન્થો કરતાં વધુ પ્રાચીન અને અધિકૃત ગ્રન્થોનો આધાર પણ મળી રહે છે.
(૧) શ્રી હેમાચાર્યનું પૂર્વ - નામ ચંગદેવ. તે તેમની માતા પાહિણી સાથે જિનમંદિરે દર્શન તથા ઉપાશ્રયમાં ગુરુવન્દનાર્થ ગયા. ત્યાં ગુરુ દેવચન્દ્રાચાર્યનું આસન ખાલી હતું, તે પર પાંચ વર્ષના ચંગદેવ બેસી ગયા, તે જોઈને ગુરુએ માતા પાસે ચંગદેવની માગણી કરી, તેને સંમત કરી પોતાની સાથે લઈ ગયા, અને નવ વર્ષની વયે ચંગદેવને દીક્ષા આપી.
પ્રબન્ધ-ગ્રન્થોમાં આ ઘટના આ રીતે આલેખાઈ છે અને આ રીતે જ આ પ્રસંગ વ્યાપકરૂપે પ્રસિદ્ધ પણ છે. * પરંતુ શ્રી સોમપ્રભાચાર્યશ્રત કુમારપાલપ્રતિબોધ' આ ઘટના અંગે જુદું જ નોંધે છે. કુ. પ્ર. પ્રમાણે,
દેવચન્દ્રસૂરિ-ગુરુ વિહરતા વિહરતા એકદા ધંધુકા પધાર્યા. ત્યાં તેમના દર્શનવન્દન માટે આવેલા નગરજનો સમક્ષ તેમણે સંસારની અસારતા વર્ણવતી ધર્મદેશના કરી. તે સાંભળીને સંવેગ પામેલા એક મીઠડા કિશોરે તેમની પાસે માગણી કરી કે ભગવંત ! મને સંસારથી છોડાવો અને ચારિત્ર આપો. તે સાંભળીને ગુરુએ તેનો પરિચય પૂછતાં, ત્યાં ઉપસ્થિત તેના “મામા નેમિએ' તે બાળકનો પરિચય આપ્યો, અને પછી ઉમેર્યું કે આ બાળકનું મન ધર્મ સિવાયની કોઈ બાબતમાં લાગતું જ નથી.
આથી ગુરુએ કહ્યું કે આ બાળક લોકોપકારી થશે, માટે તેના પિતાને કહો કે આને દીક્ષા માટે અનુમતિ આપે. ચંગદેવના મામાએ ચર્ચાિગ (પિતા) ને બહુ સમજાવવા છતાં પુત્રસ્નેહને લીધે રજા ન આપી. ત્યારે ચંગદેવ પણ દીક્ષા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org