Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 112
________________ ૮૫ ન કરે તે જોશે. બાદમાં હેમચંદ્રે વેશ્યા વ્યસનનો ત્યાગ કરવા ઉપર ‘અશોકની કથા’1 કહી. તે સાંભળીને કુમારપાલે વેશ્યા-ત્યાગનો નિયમ લીધો. મદિરાપાન સમસ્ત દોષોના સ્થાનરૂપ છે એમ કહી આચાર્યે મદિરાપાનમાં સદા આસક્ત બનેલા ‘યાદવોની કથા’· કહી. જે સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં મદિરાપાનની પ્રવૃત્તિ બંધ કરાવી હેમચંદ્રાચાર્યે ચોરીના વ્યસનથી થતા અનર્થ વર્ણવતી ‘વરુણરાજાની કથા કહી. જે સાંભળીને કુમારપાલે જણાવ્યું કે અદત્ત પરધન કદાપિ ન લેવાનો પોતાનો નિયમ છે પણ હવેથી રુદન કરતી અપુત્રવતી વિધવા સ્ત્રીનું ધન પણ ન લેવાનો નિર્ણય કર્યો. (પૂર્વે કૃત યુગમાં પણ રઘુ, નષ્ટ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ રુદન કરતી અપુત્રવતી સ્ત્રીનું ધન લેવાનું છોડી શક્યા ન હતા.) આચાર્ય મહારાજે દેવપૂજા કરનાર પાપ રહિત થઈને દેવપૂજા કરે તે કલ્યાણને પ્રાપ્ત કરે છે. તેના પર ‘દેવપાલની કથા'ર ‘સોમ અને ભીમની કથા’”, ‘પદમોતરાજાની કથા'' તથા દીપ પૂજાના મહાત્મ્યને સમજાવતી ‘દીપશિખની કથા’“ કહી સંભળાવી. જે સાંભળી સર્વજ્ઞનું સ્વરૂપ અને દેવપૂજા અંગેના ઉપદેશથી કુમારપાલે કુમારવિહાર મૈત્ય કરાવ્યું વળી ત્રિભુવનવિહાર જિનપ્રસાદ બંધાવી તેમાં નેમિનાથ ભગવાન વગેરે તીર્થંકરોની નીલરત્ન પ્રતિમાઓ બિરાજમાન કરાવી. ગુરુ સ્વરૂપ સમજાવવા માટે હેમચંદ્રાચાર્યે ગુરુચરણની સેવાના ફળ ઉપર ‘પ્રદેશી રાજાની કથા’” કહી. કાર્ય અકાર્યને પ્રકાશવામાં નિપુણ એવા ગુરુનો ઉપદેશ સાંભળતા જીવ પાપમુક્ત થાય છે. તે ૫૨ આચાર્યે ‘લક્ષ્મીની કથા’· સંભળાવી. ગુરુ વિરાધના પર ‘કુલવાલની કથા’” સંભળાવી. વળી ગુરુ સેવાને પ્રતાપે અનેક રાજાથી નમસ્કાર પામતા ‘સંપ્રતિરાજાની કથા' કહી ગુરુ સેવાનું મહાત્મ્ય સમજાવ્યું. ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત પૃ. ૮૨-૯૨ ૨. એજન, પૃ. ૯૨-૧૦૫ ૩. એજન, પૃ. ૧૧૬-૧૧૨ ૪. એજન, પૃ. ૧૨૨-૧૨૯ ૫. એજન, પૃ. ૧૨૯-૧૩૬ ૬. એજન, પૃ. ૧૩૬-૧૪૩ ૭. એજન, પૃ. ૧૪૩-૧૫૧ ૮. એજન, પૃ. ૧૫૧-૧૫૮ ૯. એજન, પૃ. ૧૫૮-૧૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130