Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૮૧
જેમની શરીરલક્ષ્મી સુવર્ણના વર્ણ જેવી હતી, અને કમલ સમાન નયનથી રમણીય અને લોકના લોચનમાં હર્ષના પ્રસારને પલ્લવિત કરનારી હતી; જેમનું ચરિત્ર બાળપણથી જ લોકોને આશ્ચર્ય પમાડતું, બાવીશ પરિસહ સહન કરવાથી દૂર્જય અને તીવ્ર તપ વડે ઉત્તમ હતું. જેમની મતિ વિષમાર્થ શાસ્ત્રના જ્ઞાનવાળી, વ્યાકરણની રચનારી અને પરવાદીઓનો પરાજય કરી કીર્તિ પ્રાપ્ત કરનારી વિજયિની હતી. જેમનું ધર્મકથન અનુચ્છ અને મિથ્યાત્વથી મુછિત એવાને પણ ધર્મની પ્રાપ્તિ કરાવનાર અને મધુ-ક્ષીરના પ્રમુખના માધુર્યવાળું હતું - ઈત્યાદિ ગુણવાળા હેમસૂરિને જોઈને ચતુરજનો અદષ્ટ એવા તીર્થકર ગણધર પ્રમુખને સદહે છે – સત્ય માને છે.
આમ સોમપ્રભાચાર્યે પોતાના ગ્રંથ “કુમારપાલ પ્રતિબોધ'માં હેમચંદ્રાચાર્યનું રેખાચિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ રચનાર સોમપ્રભાચાર્ય હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ રાજાના સમકાલીન હતા. ઉપરાંત આ ગ્રંથની રચના કુમારપાલના મૃત્યુ પછી નવ વર્ષે થઈ હોઈ તે વધુ વિશ્વસનીય છે.
પ્રસ્તુત ગ્રંથનો વણ્ય વિષય હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાલને જુદા જુદા સમયે જે બોધ વિવિધ વ્યાખ્યાન દ્વારા આપ્યો છે તે વિષયોની લગતી કથાઓ સહિત આપેલો અને તે ઉપદેશના પ્રભાવથી કુમારપાલે ક્રમશઃ જૈન ધર્મ અંગીકાર કર્યો તે કેવી રીતે અંગીકાર કર્યો તે છે. પ્રસ્તુત ગ્રંથ જુદા જુદા પાંચ પ્રસ્તાવમાં વિભક્ત છે.
આ ગ્રંથનું સંપાદન પાટણથી પ્રાપ્ત એક માત્ર તાડપત્રીય પ્રત પરથી કરવામાં આવ્યું છે. જે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં પ્રકાશિત થયેલ છે. આ પ્રત ખંભાતમાં ૧૪૫૮ (ઇ.સ.૧૪૦૨)માં ભટ્ટારક શ્રી જયતિલકસૂરિના ઉપદેશથી કાયસ્થ જ્ઞાતિના મંડલિકના પુત્ર ખતેશાએ લિપિબદ્ધ કરેલ છે.
संवत १४५८ वर्षे द्वितीय भाद्रपद शुदि - तिथौ शुक्र दिने श्री स्तंभतीर्थे बृहद्पोषधशालायां भट्टा. श्रीजयतिलकसूरिणां उपदेशेन श्री कुमारपाल प्रतिबोध पुस्तकं लिखितमिदं । कायस्थज्ञातीय महं मंडलिक खेता लिखितं ।'
આ ગ્રંથ સંવત ૧૨૪૧ (ઇ.સ. ૧૧૮૫)માં ભાદરવા માસની સુદ આઠમને રવિવારે પાટણમાં સમાપ્ત કર્યો છે. ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્ય વિરચિત. સંપા. મુનિ જિનવિજય, બરોડા,
૧૯૨૦, પૃ. ૪૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org