Book Title: Hem Sangoshthi Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 83
________________ જે ઉપમા આપવામાં આવી છે તે યોગ્ય છે. “ઓજ' અને “અન-ઓજ'ના નિરૂપણમાં એણે વિવિધ વિદ્વાનોના મતને યુક્તિઓ અને પ્રતિયુક્તિઓ રૂપે જે રીતે રજૂ કર્યા છે તે એના વિચારોની વિશદતા સ્પષ્ટ કરે છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે આચાર્ય હેમચંદ્ર મમ્મટને જ અનુસરે છે અથવા મમ્મટમાંથી બહુધા શબ્દશઃ ઉતારા કરે છે પણ એ નિયમનો અપવાદ કહી શકાય એવી કેટલીક વિચારધારા કે જે હેમચંદ્રની મૌલિકતા કે વિદ્વત્તા બતાવવા પર્યાપ્ત છે તે એના આ ગુણવિચારમાં પ્રાપ્ત થાય છે.દા.ત., આચાર્ય વામને પ્રસાદને અભિવ્યક્તિમાં શૈથિલ્ય તરીકે ઓળખાવ્યો જ્યારે ઓજસને ગાઢત્વ' તરીકે ઓળખાવ્યો છે. હવે આ એકબીજાથી તદ્દન ભિન્ન એવી બાબતો એકી સાથે એક જ આશ્રયમાં કેવી રીતે રહી શકે? એવો પ્રશ્ન હેમચંદ્ર કરે છે. વામનના અનુયાયીઓ દલીલ કરે છે જો સાચા ભાવકની રસાનુભૂતિને લક્ષ્યમાં લેવામાં આવે તો આ વિરોધાભાસ દૂર થઈ શકે એમ છે. જેમ નાટકમાં કોઈ કરુણ દશ્યનો અનુભવ કરતી વખતે ભાવકને હર્ષશોકની મિશ્ર લાગણીનો અનુભવ થાય છે તે રીતે પ્રસાદ અને ઓજનું મિશ્રણ શક્ય છે. करुणप्रेक्षणीयेषु संप्लवः सुखदुःखयोः । यथानुभवतः सिद्धः तथैवौजःप्रसादयोः । હેમચંદ્ર વામનના અનુયાયીઓના મતને જોરદાર રદિયો આપ્યો છે જે મમ્મટમાં પણ જોવા મળતો નથી. આચાર્ય હેમચંદ્ર એક નૈયાયિકની અદાથી કહે છે કે જ્યારે દૃષ્ટાન્ત જ ટકતું નથી ત્યારે દષ્ટાન્ત ઉપર અવલંબતી અન્ય બાબતો (દષ્ટાન્તિક) તો ન જ ટકે એ સ્પષ્ટ છે. આચાર્ય હેમચંદ્ર દસ ગુણોના ભરત, દંડી અને વામને કરેલા નિરૂપણની પારસ્પરિક વિરોધિતા બતાવીને વ્યવહારમાં ત્રણ જ ગુણો છે એ બાબતને સયુતિક સિદ્ધ કરી છે. કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં ગુણવિચારના અનુસંધાનમાં એણે ગુણવિચારને લગતા અન્ય બે મતોનું કરેલું ખંડન પણ એના ગુણવિચારની અનન્યતા બતાવે છે. વામને ગુણોને પાઠધર્મો તરીકે ઓળખાવવાના પ્રયાસનો સ્પષ્ટ નિષેધ કર્યો હતો આમ છતાં, હેમચંદ્ર સમક્ષ એવી કોઈ સ્પષ્ટ વિચારધારા પડેલી હતી જેમાં પાઠધર્મોને ગુણ સાથે સાંકળવામાં આવ્યા હોય. આચાર્ય હેમચંદ્ર નામ આપ્યા વિના આવી વિચારધારાને ઉધૂત કરી અને માત્ર અસત્ય કલ્પનાતંત્ર કહીને વખોડી કાઢી છે. આ વિચારધારા પ્રમાણે પદોને છૂટાં પાડ્યા સિવાય કરાતા પાઠને ઓજ, પદોને છુટા પાડીને કરાતા પાઠને પ્રસાદ, આરોહ-અવરોઘુક્ત પાઠને માધુર્ય, સૌષ્ઠવયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130