Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ૯
પરમ્પરા સાથે અને સામે : હેમચન્દ્રાચાર્ય (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના સંદર્ભે)
– વિજય પંડયા રીડર, સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અ'વાદ-૯
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ નામ સૂચવે છે તેમ ૬૩ શલાકાપુરુષોનાં મહાપુરુષોનાં ચરિત્રો આલેખતું દસ પર્વમાં પથરાયેલું પરિશિષ્ટ પર્વ સાથેનું લગભગ ૩૬ ,૦૦૦ શ્લોકોનું વિપુલકાય મહાકાવ્ય છે. જૈન ધર્મ-સંસ્કૃતિના સંતપુરુષોમહાપુરુષોનાં ચરિત્ર આલેખવાની આ મહાકાવ્યની નેમ છે. એટલે કેટલાક વિદ્વાનો આને hagiography સંતકથાચક્ર પણ કહે છે. પણ જૈન ધર્મ સંસ્કૃતિની પરંપરામાં અને (ખાસ તો વિષયવસ્તુ પરત્વે) હેમચન્દ્રાચાર્યે આ કાવ્ય સર્યું છે એટલે આચાર્ય પરંપરા સાથે છે. અને તેથી, આ વિશાળ પટ પર પથરાયેલા મહાકાવ્યના વસ્તુગ્રથનમાં એકવિધતાની મર્યાદા આવી ગઈ છે. પરંપરાએ આપેલા માળખામાં રહીને કવિએ કામ કરવાનું સ્વીકાર્યું હોવાથી આ મર્યાદા સ્વ-સ્વીકૃત છે. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલભદ્રો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ મળીને ૬૩ ત્રિષષ્ટિ શલાકા-ઉત્તમ પુરુષોનાં ચરિત્રો આ મહાકાવ્યમાં નિરૂપણ પામ્યાં છે. આ આલેખનયા પદ્ધતિ કંઈક આવી છે. સૌ પ્રથમ તો જે તે તીર્થકરનો પૂર્વભવ અતિસંક્ષેપમાં વર્ણવવામાં આવે. પછીના ભવમાં તે તીર્થકર તરીકે જન્મે. તીર્થકરને જન્મ આપનાર માતા ચૌદ સ્વમાં જુએ. આ સ્વપ્નાં પણ (ગજેન્દ્ર, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, સુવર્ણકુંભ, સરોવર, ક્ષીરસમુદ્ર, વિમાન, રત્નપુંજ, નિધૂમ અગ્નિ) નિશ્ચિત હોય. તીર્થકરનો જન્મ થતાં ઇન્દ્ર વગેરે દેવતાઓ આવે. નવજાત બાળક-પ્રભુને લઈ જાય. સ્તુતિ કરે, ને પાછા મૂકી જાય. દિકુમારિકાઓ આવે, પ્રભુને સ્નાન વગેરે જન્મોત્તર કર્મો કરાવે, પછી તીર્થંકર ભોગફળકર્મ હોય એટલે લગ્ન કરે. છેવટે દીક્ષા લે, ત્યારે દાન આપવા માંડે. અંતે
તા. ૧૭-૧૦-૯૩ના રોજ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ, આયોજિત શ્રી હૈમ-સાહિત્ય-સંગોષ્ઠીમાં
પ્રસ્તુત નિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org