Book Title: Hem Sangoshthi Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 78
________________ પ૧ બંગ-વ્યંગ્યપ્રધાન કેટલીક ઉક્તિછટાઓ પણ નોંધપાત્ર છે. જેમકે, “તારો પણ પ્રતિપક્ષ છે અને તે વળી કોપથી વિક્ષુબ્ધ છે એવી કિવદન્તી લઈને શું વિવેકીઓ જીવે છે?” (૬.૨) મતલબ એ છે કે આવી કિંવદન્તી હોય તો વિવેકી પુરુષોએ ડૂબી મરવા જેવું થાય. આ મતલબનોયે મતલબ એવો છે કે આ કિંવદન્તી સાચી નથી, વીતરાગદેવને કોઈ પ્રતિપક્ષ હોઈ જ ન શકે અને વિવેકી પુરુષોએ એ કિંવદન્તીનું ખંડન કરવું જોઈએ. કર્માપેક્ષા રાખતા ઈશ્વરને કવિએ “શિખંડી' (નપુંસક) જેવા ભારે શબ્દથી નવાજ્યો છે એ આપણે આગળ જોયું. પણ જગત્કર્તા ઈશ્વરમાં માનનારાઓનો કવિએ જે શબ્દોમાં ઉપહાસ કર્યો છે તે એમને કેવી ર્તિમંત અને મહારાત્મક અભિવ્યક્તિ પણ સિદ્ધ છે તેની નવલી પ્રતીતિ આપણને કરાવે છે : ખપુષ્પપ્રાયમુન્ગશ્ય કિશ્ચિન્માન પ્રકટ્ય ચ, સમ્માન્તિ દેહ ગેહે વા ન ગેહેનર્દિનઃ પરે. ૬.૯ “આકાશપુષ્પ જેવી કોઈક વસ્તુની સંભાવના કરીને અને કોઈક પ્રમાણ કલ્પી લઈને ઘરશુરા (ઘરમાં ગાજનારા) અન્ય મતવાદીઓ દેહમાં કે ગેહમાં - શરીરમાં કે ઘરમાં સમાતા નથી”. “ગેહેનર્દિ એ શબ્દ અને “દેહમાં અને ગેહમાં ન સમાવું' એ રૂઢિપ્રયોગ કેવા તાજગીભર્યા અને સબળ, સચોટ છે ! વીતરાગદેવને વિષય કરતી આ રચનામાં વિવિધ યુક્તિઓથી રસત્વ અને કાવ્યત્વ સિદ્ધ કરવામાં હેમચંદ્રાચાર્યની ઉજ્વળ કવિપ્રતિભાનું નિદર્શન છે. સ્તોત્રકાવ્યની દીર્ધ પરંપરામાં આ રચના ક્યાં બેસે તેમ છે અને પરંપરાનો પ્રભાવ એણે કેટલો ઝીલ્યો છે એ તપાસનો જુદો મુદ્દો છે. આપણે અહીં તો આ રચનાના રસત્વ અને કાવ્યત્વમાં અવગાહન કરવાના પ્રસન્નકર અનુભવથી કૃતાર્થ થઈએ એ જ ઉપક્રમ છે. સંદર્ભ : ૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવ (સવિવેચન સકાવ્યાનુવાદ), ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૧૯૬૫. ૨. હેમસમીક્ષા, મધુસૂદન ચિમનલાલ મોદી, ૧૯૪૨. ૩. દર્શન અને ચિંતન ભા. ૧, પંડિત સુખલાલજી ૧૯૫૭ - “સ્તુતિકાર માતૃચેટ અને એમનું અધ્યદ્ધશતક (આમાં રૂા. આ સ્તોત્રનો વીતરાગસ્તવ પરનો પ્રભાવ બતાવાયો છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130