Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૪૯
કલ્યાણ' શબ્દ પર અહીં શ્લેષછે – કલ્યાણ એટલે શુભ, મંગલ અને કલ્યાણ એટલે સોનું. એ શ્લેષ પર આધારિત છે રૂપક અલંકાર - કલિયુગને કલ્યાણસિદ્ધિ માટેનો કસોટીપથ્થર (કપોપલ) કહેવામાં આવ્યો છે. એ વાતને, વળી, દષ્ટાંતથી સમર્થિત કરવામાં આવી છે – અગ્નિ વિના અગરુનો ગન્ધમહિમા વિસ્તરતો નથી એમ કલિયુગ વિના કલ્યાણસિદ્ધિ થતી નથી. .
ગાયન્નિવાલિવિરુતૈનૃત્યન્નિવ ચલૅઈલઃ
ત્વદ્ગëરિવ રક્તોડસ મોદતે ચૈત્યપાદપ, ૫.૧ રક્ત” શબ્દ અહીં શ્લિષ્ટ છે - ચૈત્યવૃક્ષ એટલે અશોકવૃક્ષ (૧) રક્ત એટલે રાતા રંગનું છે અને (૨) રક્ત એટલે વીતરાગગુણનું અનુરાગી છે. ભ્રમરોના ગુંજારવથી જાણે ગાતું અને હલતાં પાંદડાંઓથી નૃત્ય કરતું હોય એવી કલ્પના કરવામાં આવી છે તે બન્ને ઉ—ક્ષાલંકારો છે અને ચૈત્યવૃક્ષના આનંદના ભાવને મૂર્ત કરતાં ચિત્રો છે. આ શ્લોકમાંની સ્વરભંજનરમણા ખાસ ધ્યાનાર્હ છે – પહેલી પંક્તિમાં “ન” “વ” “લ” “ર' એ વ્યંજનોનાં અને “ઇ” “એ” એ સ્વરોનાં તેમજ બીજી પંક્તિમાં વળી પાછાં “ઐ” ને “ઔ” એ સ્વરોનાં કેટલાં આવર્તનો છે તે જુએ આ સ્વરભંજનરમણામાં જાણે અશોકવૃક્ષ ગાતું સંભળાય છે, નાચતું અનુભવાય છે. આ શ્લોક, આમ, કાવ્યકલાના ઉત્કર્ષનો એક સુંદર નમૂનો બની રવું છે
તવેન્ડધામધવલા ચકાસ્તિ ચમરાવલી,
હંસાલિરિવ વક્માન્જપરિચર્યાપરાયણ: ૫.૪ અહીં ઉપમા-રૂપકનો રમણીય સંશ્લેષ છે : હંસપંક્તિ જેવાં ચમરો (ઉપમા) મુખરૂપી કમળ(રૂપક)ની પરિચર્યા કરે છે, પણ મજાની વાત તો એ છે કે કવિએ અલંકાર પર અલંકાર ચડાવ્યો છે. હંસપંક્તિ સમી ચમરાવલીને ચન્દ્રપ્રકાશ જેવી ધવલ કહીને એની શુભ્રતાને શગ ચડાવી છે. અલંકારોક્તિનો કવિનો આવેશ અહીં દેખાય છે તે ખરેખર તો એમના કવિત્વનું એક વ્યાપક લક્ષણ છે.
આ ઉદાહરણોમાં, કાવ્યની રસસૃષ્ટિની ચર્ચા કરતાં ઉધૃત કરેલા શ્લોકમાં આવી ગયેલાં અલંકારોનાં ઉદાહરણો ઉમેરો એટલે કવિના અલંકારરચનાના કૌશલનો યથાર્થ અદાજ આવી જશે.
આ તો થઈ શબ્દાલંકારોની અને સાદેશ્યમૂલક અલંકારોની વાત. કવિએ બીજાં ઘણાં ઉક્તિવૈચિત્રોનો લાભ લીધો છે, જેમાંથી કેટલાંક તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ઝીણવટમાં અલંકારોક્તિમાં જ સ્થાન પામે. દાખલા તરીકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org