Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 75
________________ છે અને સઘન વાક્યરચનાથી મુકાયેલી છે. વીતરાગદેવનું મેરુ અને સાગર સાથેનું સાદશ્ય સૂચવવામાં આવ્યું છે તેમાં એમની ઉચ્ચતા અને વિશાળતાના સંકેતો રહેલાં છે અ લક્ષ બહાર રહેવું ન જોઈએ. મદારદામવન્નિત્યમ્ અવાસિતસુગન્વિનિ, તવાગે ભૂજ્ઞતાં યાન્તિ નેત્રાણિ સુયોષિતામ્ ૨.૨ અહીં બે અલંકારો પરસ્પરાશ્રિત રીતે આવેલા છે – વીતરાગદેવનાં અંગો મન્દીરમાલાની પેઠે નિત્ય અને અવાસિતપણે સુગંધી હોવાં (ઉપમા) અને દેવાંગનાઓનાં નેત્રોનું ત્યાં ભમરા રૂપે ભમવું (રૂપક) રૂપકની રચના ચીલાચાલુ નથી એ ધ્યાન ખેંચે છે. એકોડયમેવ જગતિ સ્વામીત્યાખ્યાતુમુચ્છિતા, ઉરિન્દ્રધ્વજવ્યાજાત્ તર્જની જન્મવિદ્વિષા. ૪.૨ વીતરાગદેવના સમવસરણસ્થાને ઇન્દ્ર (જમ્મવિદ્વિષા) ઇન્દ્રધ્વજ રોપ્યો છે તે વસ્તુતઃ એણે આંગળી ઊંચી કરી છે એમ કલ્પવામાં આવ્યું છે. આ અપહતુતિ અલંકાર કહેવાય વળી, એની સાથે આંગળી ઊંચી કરવાના હેતુની કલ્પના કરવામાં આવી છે. જગતમાં આ એક જ સ્વામી છે એમ કહેવા માટે આંગળી ઊંચી કરી છે. આમ, અહીં અપહતુતિ અને હેતૂસ્નેક્ષા એ બે અલંકારો પરસ્પર જોડાયેલા છે. યથાનિચ્છનુપેયસ્ય પરાં શ્રિયમશિશ્રિય:. ૩.૧૩ આ ઉદાહરણમાં બે શબ્દાલંકારો જોડાયેલા છે – “યનો વર્ણાનુપ્રાસ અને શ્રિય'નો યમક. કેટલેક સ્થાને એકથી વધુ વર્ણના અનુપ્રાસો પણ યોજાયેલા જોવા મળે છે - “મારયો ભુવનારય:(૩.૭), “કલયે વામકલયે” (૯.૪) વગેરે, તથા “લમ્બા સુધા મુધા' (૧૫.૩) એમ એકસાથે ત્રણત્રણ પ્રાસશબ્દો આવે છે તે કવિનું વર્ણરચના પદરચના-પ્રભુત્વ દર્શાવે છે. બેથી વધુ અલંકારોની ગૂંથણી કવિના સવિશેષ કૌશલનો આપણને પરિચય કરાવે છે. જેમકે, કલ્યાણસિદ્ધયે સાધીયાનું કલિરેવ કષપલા, વિનાગ્નિ ગન્ધમહિમા કાકતુમ્હસ્ય નૈધતે. ૯.૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130