Book Title: Hem Sangoshthi Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 17
________________ દલસુખભાઈને માટે એક વાત વર્ષોના અભ્યાસ અને પરિચયથી Mark કરી કે એ પોતાનો મત રજુ કરે પ્રમાણથી, યુક્તિથી, આધારસહિત, પણ, પછી એનો આગ્રહ ન રાખે - આમ જ હોય, આમ જ છે... તમે એમની પાસે યુક્તિ લઈને જાઓ, દલીલ લઈને જાઓ અને તમે પ્રમાણ બતાડો તો એક મિનિટમાં લેખિત એકરાર કરે કે આ મારું પ્રતિપાદન ખોટું છે. મતાગ્રહ નહિ. મતનો મમત આજે સાધુઓને પણ સંતાપે છે, ત્યારે એમાંથી બચવું એ બહુ મહત્ત્વનું છે. ભાયાણીસાહેબની વાત કરું - એમને માટે પણ આ જ કહી શકાય. એમના વિષયમાં ‘ઢ’ જેવો હું; બિલકુલ ઢ જેવો. એમનો જે વિષય છે ભાષાવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, પ્રાકૃત, અપભ્રંશ, પાલિ, સંસ્કૃત વિગેરે-વિગેરે, એમાં અમે પા પા પગલી કે ચંચુપાત પણ નથી કરતા. દરિયો છે. પણ એ વિષયમાં ‘અટકળ પંચા એકોતેર’ના ન્યાયે કોઈ ભૂલ અમારા જેવાને લાગી હોય ને એમનું ધ્યાન દોર્યું હોય તો એકરાર કરે - લખીને - મિચ્છામિ દુક્કડમ્ આ મારી ભૂલ છે. આ લઘુતા, આ સરળતા ! ભાયાણીસાહેબનો છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું ટાઈમ ખાઈ રહ્યો છું, એમનો રસ લૂંટી રહ્યો છું, એમાં મેં એક અનુભવ કર્યો - આપણા કવિ સિતાંશુ યશશ્ચંદ્રનો નિબંધ છે : ‘રમણીયતાનો વાગ્વિકલ્પ'. ભાયાણી સાહેબ એટલે, મારી દૃષ્ટિએ ‘રમણીયતાનો મૂર્તિમંત અવતાર', વિકલ્પ નહિ પણ મૂર્તિમંત અવતાર. क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः || ક્ષણે-ક્ષણે નિત્ય નૂતન; એમની દૃષ્ટિ નૂતન—એમનો અભિગમ નૂતન—એમના આગ્રહો નૂતન—એમનો અભિનિવેશ પણ નૂતન–એમની ઉદારતા પણ નૂતન— એમની જ્ઞાનધારા અને એ ધારાની વૈજ્ઞાનિકતા પણ નૂતન, નિત્યનૂતન, જ્યારે જુઓ ત્યારે કાંઈક નવું જ મળે. આ રમણીયતાનો મૂર્તિમંત અવતાર, એટલે ભાયાણીસાહેબ. આ બન્ને વિદ્વાનો, એમનું બહુમાન હેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાય છે એ કેટલું બધું ગૌરવભર્યું છે ! કેટલું બધુ ઉચિત લાગે છે ! આ એમની કદર નથી, એમની કદર કરનારા આપણે કોણ ? પણ આ નિમિત્તે એમની જ્ઞાનોપાસનાનું ગૌરવ થાય છે અને તેની સાથે શ્રી હેમચન્દ્રાચાર્યનું નામ જોડાય છે એ ખરેખર ખૂબ આનંદદાયક બીના છે. ★ ★ Jain Education International (૧૪) For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130