Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વાણીની દેવી સરસ્વતી વીણા વગાડતી વગાડતી, જેનાં કાવ્યો સાંભળીને વીણા વગાડતી અટકી જાય છે એ પંડિતરાજ જગન્નાથનાં કાવ્યો સાંભળીને માથું ડોલે નહિ એ કાં તો મનુષ્યના રૂપમાં પશુ હોય, કાં તો પશુઓનો પતિ ઈશ્વર હોય.'
આ સિવાય જેને માથું હોય અને વળી ઠેકાણે હોય–તે તો ડોલાવ્યા વિના રહે જ નહિ. આ કવિ ! આ કવિતા ! એ આજે ક્યાં છે ? આજે તો આપણે ત્યાં સાચા પંડિતોનો કારમો દુકાળ પ્રવર્તે છે અને એ પરિસ્થિતિમાં “રણમાં મીઠી વીરડી' જેવા આ બે દિગ્ગજ અથવા મૂર્ધન્ય, આપણા રાજ્યના, આપણી ભાષાના, આપણા સાહિત્યના પંડિતો – માલવણિયા અને ભાયાણીજી, આ બન્ને મૂર્ધન્ય વિદ્વાનો આપણી પાસે હોય એ કેવું અહોભાગ્ય છે !
દલસુખભાઈની વાત કરું. હું દલસુખભાઈને ૨૫-૨૭ વર્ષથી જાણું છું અને હું એમને માટે એક શબ્દ પ્રયોજું છું – આગમવૈજ્ઞાનિક – એક જ શબ્દ. અમારી પરંપરા છે, જૈન સાહિત્યની કે – દરેક આગમ તીર્થકર ભગવંતે કહેલા હોય છે. એમની વાણીસ્વરૂપ હોય છે. પરંતુ કાળની ચાળણીમાં ચળાતા-ગાતા-અટવાતા એમાંનું ઘણું સાહિત્ય લુપ્ત થયું. જે રહ્યું તેની અંદર પણ મૂળભૂત રીતે તીર્થકરના પોતાના મુખમાંથી નીકળેલાં વચનો ક્યાં છે? એની પરીક્ષા, વૈજ્ઞાનિક ઢબે, ભાષા સાહિત્ય અને બીજાં અનેકવિધ પ્રમાણોના આધારે–સાધાર, નિરાધાર નહીં, એના સ્તરો, એના તબક્કાઓ આ બધું નક્કી કરી આપે એવા એ આગમવિજ્ઞાની છે. હેમચન્દ્રાચાર્યે કહ્યું – પોતાના વ્યાકરણમાં; વ્યાકરણનું એક સૂત્ર છે – “તેન પ્રોજો'; એમાં કહ્યું કે- ‘ઉત્તરાધ્યયન' સૂત્ર એ ભદ્રબાહુસ્વામીની રચના છે અને જુદા-જુદા સાધુઓની વાણીનું સંકલન છે. અમે એમ માનીએ છીએ કે એ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે, પણ હેમચન્દ્રાચાર્ય બહુ સ્પષ્ટ છે. એ “ઉત્તરાધ્યયન'માં પણ ભગવાનના પોતાના મોઢામાંથી નીકળેલા શબ્દો જળવાયા છે તે દલસુખભાઈ વગેરેએ શોધી આપ્યા કે આ શબ્દો ભગવાનના છે. આ, આગમવૈજ્ઞાનિક અને છતાં આપણે એમને કહીએ માન આપીએ તો કહે કે - હું એને માટે લાયક નથી. - મને એક સાધુએ પૂછ્યું એક દહાડો - “આ બધા વિદ્વાનો છે, એ મહાવીરસ્વામી માટે – મહાવીર, હેમચન્દ્રાચાર્ય માટે હેમચન્દ્ર એમ બોલે છે. તમને નથી લાગતું કે આ તોછડાઈ કરે છે?' બિલકુલ નહિ મેં કીધું. મને તે જ ક્ષણે જે જવાબ ઊગ્યો તે મેં આપ્યો; મેં કીધું :- “આમાં તોછડાઈ નથી, પરંતુ, વાત એવી છે કે જે વ્યક્તિ, મહાવીરસ્વામી, હેમચન્દ્રાચાર્ય વગેરે સ્વયં પૂર્ણ છે એને આવા શ્રી અને, જી અને, મહારાજ સાહેબ વગેરે લટકણિયાંની આવશ્યક્તા નથી હોતી. આમાં તોછડાઈ નથી, બલ્ક, એમની પૂર્ણતાનો બહુમાનપૂર્વક સ્વીકાર છે.” આવો મેં જવાબ આપ્યો.
(૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org