Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ ૩૦ અકલંક, વિદ્યાનન્દ, પ્રભાચન્દ્ર, સિદ્ધસેન, હરિભદ્રસૂરિ, સિદ્ધર્ષિ, અભયદેવ વગેરે મહાન નૈયાયિકોએ જૈન ન્યાયક્ષેત્રમાં, હેમચંદ્રાચાર્યની પૂર્વે, વિસ્તૃત વાયગ્રંથો રચેલા છે. તો પછી “પ્રમાણમીમાંસા' ગ્રંથ રચવાનું પ્રયોજન શું? વૃત્તિના પ્રારંભે આના જેવો પ્રશ્ન ઉઠાવીને કહે છે કે પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરેની પૂર્વે શું તે તે વિષયના ગ્રંથો હતા જ નહીં ? ગ્રંથો તો હતા જ. વિદ્યાઓ અનાદિ છે. સંક્ષેપ કે વિસ્તાર સાથે વર્ણવવાની ઇચ્છાને લીધે વિદ્યાઓ નવી નવી બનતી રહે છે. જૈન ન્યાયનો સામાન્ય જિજ્ઞાસુ ન્યાયના સિદ્ધાન્તો સમજી શકે તે રીતે હેમચંદ્રાચાર્યે સંક્ષેપ સાથે પ્રમાણમીમાંસા ગ્રંથની રચના કરી છે. વળી, કોઈક પૂછે કે “પ્રમાણમીમાંસા' જેવા સૂત્રગન્થ લખવાને બદલે પ્રકરણ ગ્રંથ લખ્યો હોત તો ચાલત! આચાર્ય હળવી શૈલીમાં કહે છે – જનની રુચિ ભિન્ન ભિન્ન હોય. જેને સૂત્રશૈલી ગમે તે તેમાં લખે એવો કોઈ કાયદો નથી કે અમુક જ શૈલીમાં ગ્રંથ રચવો. તત્ત્વના પુનઃ પુન:પરિશીલનથી, બુદ્ધિશાળીઓના જ્ઞાનબીજને ઉપસ્કૃત (-અંકુરિત) કરવા માટે (-બીજમાં વૃદ્ધિ કરવા માટે) હેમચંદ્રાચાર્ય પ્રમાણમીમાંસા ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચે છે. સુખલાલજી નોંધે છે કે ન્યાયદર્શનના છલ વગેરેના પ્રયોગોમાં હિંસા જોઈને, તેમને નિન્દ તરીકે નિશ્ચિત કરવાનો અને એક માત્ર વાદકથાને જ પ્રતિષ્ઠિત બનાવવાનો માર્ગ જૈન તાર્કિકોએ જ પ્રસ્થાપિત કર્યો. આ વસ્તુ તરફ તત્ત્વચિન્તકોનું લક્ષ્ય ખેંચાય એ જરૂરી છે." ન્યાયદર્શનમાં કથા એ એક ચર્ચા પ્રકાર છે. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન પરંપરા પ્રમાણે કથાનું મુખ્ય પ્રયોજન તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી અથવા પ્રાપ્ત તત્ત્વજ્ઞાનનું રક્ષણ કરવું એ છે. કથા એટલે શું ? વાચસ્પતિ મિશ્ર કહે છે કે કથા 3. अनादय एव एता विद्याः संक्षेपविस्तरविवक्षया नवनवीभवन्ति, तत्तत्कर्तृकाश्चोच्यन्ते । - સ્વપજ્ઞવૃત્તિ, અ'વાદ આ. પૃ. ૧ સરખાવો. कुतो वा नूतनं वस्तु, वयमुत्प्रेक्षितुं क्षमाः । વોવિન્યાસવૈવિધ્યમાત્રનેત્ર વિવાર્યતામ્ || ૮ || જયન્ત ભટ્ટ, ન્યાયમંજરી પ્રારંભ પૃ. ૨, પ્રથમ આફ્રિક, ગુજરાતી ભાષા અનુવાદ સહિત, સંપાઅનુવાદક નગીન જી. શાહ, લા. દ. ભારતીય સંરકૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૫ (પ્રથમ આવૃત્તિ). ४. भिन्नरुचिर्हि अयं जमः । ततो नास्य स्वेच्छाप्रतिबन्धे लौकिकं राजकीयं वा શાસનમતિ ! – સ્વોપજ્ઞવૃત્તિ, તદેવ પૃ. ૧ ૫. મીમાંસા – અ'વાદ આવૃત્તિ તદેવ પૃ. ૩૦ (પ્રસ્તાવના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130