Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
४४
મદશી ત્વનુખાસક્ત હર્ષબાષ્પકલોમિભિઃ,
અપ્રેક્ષ્યપ્રેક્ષણભૂત ક્ષણાત્સાલયમાં મલમ્. ૨૦. ૨ . તારા મુખમાં આસક્ત મારી આંખો હર્ષજન્ય અશ્રુપ્રવાહથી, ન જોવા યોગ્ય વસ્તુ જોવાથી ઉદ્ભવેલા મેલને ક્ષણમાં જ ધોઈ નાખો.”
પોતાનું સર્વ કંઈ વીતરાગદેવની પ્રીતિ-સેવાભક્તિ અર્થે હોય એવું ઇચ્છી કવિ સર્વસમર્પણભાવમાં લીન થાય છે :
- ત્વદાસ્યવિલાસિની નેત્ર, તંદુપાતિકરી કરી, - ત્વગુણશ્રોતૃણી શ્રોત્રે ભૂયાતાં સર્વદા મમ. ૨૦.૬
“મારાં નેત્રો સદા તમારા મુખમાં રમણ કરનારા હો, હાથ તમારી ઉપાસના - સેવા કરનારા હો, કાન તમારા ગુણોનું શ્રવણ કરનારા હો.”
અને નરી શરણાગતિને મૂર્ત કરતું આ ચિત્ર જુઓ : “તારા પગે આળોટતા મારા મસ્તકે પુણ્યના પરમાણુ સમી તારા પગની રજ ચિરકાલ વસ્યા કરો.” (૨૦.૧) પણ શરણાગતિની - સમર્પણભાવની પરાકાષ્ઠા તો આ શ્લોકમાં છે :
તવ શ્રેષ્યોડર્મિ દાસોસ્મિ સેવકોડમ્યમિ કિડ્રકર, - ઓમિતિ પ્રતિપદ્યસ્વ નાથ ! નાતઃ પર બ્રુવે. ૨૦.૮
“પ્રેષ્ય', ‘દાસ', “સેવક', “કિંકર' આ પર્યાયાત્મક શબ્દોથી શરણાગતિનો - સમર્પણનો ભાવ ઘૂંટાતો અનુભવાય છે. પર્યાયશબ્દોની જુદીજુદી અર્થછાયાઓ સેવકભાવનો વિસ્તાર દર્શાવી સર્વાગી શરણાગતિનું સૂચન કરે છે - “પ્રેષ્યએટલે કાસદ, આંટાફેરા કરનારો; ‘દાસ’ એટલે ગુલામ, ક્ષુદ્ર પુરુષ; “સેવક એટલે અંગસેવા કરનાર; ‘કિંકર એટલે શું કરું એમ પૂછતો રહેતો માણસ, નર્યો આજ્ઞાપાલક.
આ શરણાગતિને ‘ભલે” એમ કહીને સ્વીકારની મહોર મારવા કવિ વીતરાગદેવને વિનવે છે અને “આથી વધારે હું કંઈ કહેતો નથી” એ શબ્દો વડે પોતાના પ્રયત્નની અવધિ દર્શાવે છે, પોતાની કથા પૂરી કરે છે.
બેશક, આ કૃતિ વીતરાગકથા છે તે સાથે કવિકથા પણ છે. વીતરાગચરિત્રમાં શાંત રસની સામગ્રી છે ને એના મહિમાનિરૂપણમાં અભુત રસની સામગ્રી છે, તો કવિકથામાં - કવિના મનોભાવના આલેખનમાં ભક્તિ રસની સામગ્રી છે. રસોનો જાણે પુનિત ત્રિવેણીસંગમ અહીં રચાયો છે.
કવિએ આ કાવ્યમાં પોતાનો ભક્તિભાવ વહાવ્યો છે તેમ ભક્તિનો મહિમા પણ ગાયો છે. એક આખો પ્રકાશ (નવમો) ભરીને કલિકાલની પ્રશંસા કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org