Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 72
________________ આવી છે તે વસ્તુતઃ ભક્તિનું મહિમાગાન છે. કલિયુગમાં સહજપ્રાપ્ય તે ભક્તિ છે અને કલિયુગમાં ભક્તિ સત્વર ફલદાયી છે તેથી જ કલિયુગનો મહિમા છે. એક રીતે આ વ્યાજસ્તુતિ છે કેમકે દુ:ખાર્ત માણસ ભક્તિ તરફ સહેલાઈથી વળે છે અને કલિ દુ:ખભર્યો કાળ (દુષમકાળ) છે, બહુ દોષભર્યો છે અને વામકેલિ' (અવળી ક્રીડા કરનારો, અનિષ્ટકારક) છે. વ્યાજસ્તુતિ હંમેશાં ચાતુર્યથી જ નીપજે છે અને અહીં આપણે આ ચાતુર્યનો એક અદકેરો રસ માણીએ છીએ. આવા કલિકાલને – એ વીતરાગદર્શન કરાવે છે માટે જ – કૃતજ્ઞતાપૂર્વક કવિ નમસ્કાર પાઠવે છે એમાં કવિના હૃદયની આદ્રતા પ્રગટ થાય છે અને કલિકો સાથે કવિકથા જોડાઈ જાય છે. - આચાર્યશ્રીએ માત્ર કવિચાતુર્યનો જ વિનિયોગ કર્યો છે એવું નથી, એમણે પોતાની તર્કપટુતા પણ પ્રદર્શિત કરી છે. જેમકે, એ કહે છે કે “વિપક્ષ જો વિરક્ત હોય તો તે તું જ છે અને જો એ રાગવાન હોય તો એ વિપક્ષ નથી.” (૬.૩) ‘વિરક્ત” અને “રાગવાન'ના સંકેતો બદલાવીને કવિએ યુક્તિ લડાવી છે એ સ્પષ્ટ છે. વિપક્ષ વીતરાગદેવ પ્રત્યે વિરક્ત હોય, રાગ ન ધરાવતો હોય, તેમાં એમણે સર્વસામાન્ય વિરક્તતાનું આરોપણ કર્યું અને તેથી વિપક્ષને વીતરાગદેવને સ્થાને મૂક્યો તથા ‘રાગવાન' શબ્દને વીતરાગદેવના અનુરાગીના અર્થમાં જ લઈ એના વિપક્ષત્વનું નિરસન કરી નાખ્યું. ઈશ્વર જગત્કર્તા છે એવા મતનું સાતમા પ્રકાશમાં કવિએ ખંડન કર્યું છે તેમાંયે એમની તર્કપટુતા આપણે અનુભવીએ છીએ (અલબત્ત, આ બધી પરંપરાગત દલીલો છે) : ક્રીયા ચે...વર્તત રાગવાન્યાકુમારવતું, કૃપયાડથ સૃજેરહિ સુવેવ સકલ સુકેતુ. ૭.૩ કર્માપક્ષ સ ચેન્નહિં ન સ્વતન્નોડર્માદાદિવતું, કર્મજન્ય ચ વેચિચે કિમ્ અનેન શિખચ્છિના. ૭.૫ ઇશ્વરે જો લીલા રૂપે જ જગતનું સર્જન કર્યું હોય તો એ બાળકના જેવા રાગી ઠરે અને જો એણે કૃપાથી જગતનું સર્જન કર્યું હોય તો જગત સુખી હોવું જોઈએ. પણ જગત તો આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલું છે. એમાં ઈશ્વરની કૃપાળતા ક્યાં રહી? ઈશ્વર જો કર્મની અપેક્ષા રાખતો હોય, જીવોને કર્મ પ્રમાણે ફળ આપતો હોય તો એની સ્વતંત્રતા ક્યાં રહી? એ આપણા જેવો જ બની રહ્યો અને જગતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130