Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 58
________________ ૩૧ એક એવી વાક્યરચના છે કે જેમાં જુદા જુદા વક્તાઓના વિચારો, વિષયરૂપે આવે છે.” ભાષ્યકાર વાત્સ્યાયન કથાના ત્રણ પ્રકારો દર્શાવે છે. (૧) વાદકથા (૨) જલ્પકથા અને (૩) વિતડાકથા. હેમચંદ્રાચાર્યના કથાસ્વરૂપને સમજવામાં ઉપયોગી, ન્યાયસૂત્રના વાદકથાના પ્રકારને પહેલાં વિચારી લઈએ. વાદમાં કોઈ એક જ વિષયમાં પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ કરવામાં આવે છે. વાદમાં પ્રમાણ અને તર્ક દ્વારા, સ્વપક્ષની સ્થાપના અને પ્રતિપક્ષનું ખંડન કરવામાં આવે છે. વાદમાં ચર્ચા, સિદ્ધાન્તથી વિરુદ્ધ ન જાય તે રીતે ચાલે છે. તેમાં પ્રતિજ્ઞા, હેતુ, સોદાહરણ વ્યાપ્તિ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવો પ્રયોજાય છે. આવાં લક્ષણોવાળી કથાને વાદ કહે છે. હવે જલ્પ પ્રકારની કથાનું ન્યાયસૂત્ર લક્ષણ વિચારીએ. જલ્પમાં વાદમાં જે લક્ષણો છે તે તો હોય જ. તદુપરાંત, છલ, જાતિ અને નિગ્રહસ્થાન દ્વારા સ્વપક્ષનું સ્થાપન અને પ્રતિપક્ષનું ખંડન કરવામાં આવે તેવા કથાપ્રકારને જલ્પ કહે છે. નવસ્વનોડવું માનવ: - “આ માણસ નવ-કમ્બલ છે”- આ છલનું ઉદાહરણ છે. પ્રતિપક્ષી જો “નવ કામળા (=ધાબળા)વાળો” અર્થ કરે તો એ અર્થ ખોટો પાડીને કહે – “નવા કામળાવાળો” અને જો પ્રતિપક્ષી “નવા કામળાવાળો' કહે તો તે અર્થ ખોટો પાડીને “નવ કામળાવાળો'' એ અર્થ વિવક્ષિત છે એમ કહેવું. અસત્ ઉત્તર કે ભળતા ઉત્તર દ્વારા કોઈક સાધર્મ્સ વગેરેને આધારે વિરોધ ઊભો કરવો તે જાતિ. આમાં વ્યાપ્તિવિશિષ્ટ હેતુ હોતો નથી. જેમ કે, પર્વત અને જલાશય બને દ્રવ્યત્વથી યુક્ત છે. તેથી જેમ જલાશય અગ્નિ-અભાવવાળું છે તેમ પર્વત પણ અગ્નિ-અભાવવાળો છે. આમ ધૂમના આધારે પર્વતને અગ્નિયુક્ત સિદ્ધ કર્યો હોય તેની સામે ઉપર ઉઠાવેલો વિરોધ તે જાતિ.“હવે, નિગ્રહસ્થાનની વાત ६. नानाप्रवकतृकविषया वाक्यसन्दृब्धिः कथा- इति तात्पर्यटीका-सम्मतं कथालक्षणम् । - પાદટિપ્પણ ૧, પૃ. ૫૯ ચાર્શનમ્ વદ્ધમારતી, વીરાણી ૨૬૭૬ સં. સ્વામી દરિદ્વાજ શાસ્ત્રી, દ્વિતીય સંસ્જરા સરખાવો : વાલિપ્રતિવાહિનો પક્ષપ્રતિપક્ષપરિહેઃ કથા | - ન્યાયસાર (-ન્યાયભૂષણ), લે. ભાસર્વજ્ઞ, સં. સ્વામી યોગીન્દ્રાનન્દ, વારાણસી ૧૯૬૮ પૃ. ૩૨૯ 9. प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो વૈદ્રઃ / - ન્યાયસૂત્ર ૧-૨-૧, ન્યાયદર્શન તદેવ પૃ. ૫૯ ૮. દૂરસાધર્ષાત્ દ્રવ્યત્વવસ્વાસ્ વહ્નિ-૩માવવી પર્વ (પર્વત:) વુિં ન થાત્ તિ ! - ન્યાયકોશ, પૃ. ૨૯૩, ભીમાચાર્ય ઝળકીકર પૂના ૧૯૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130