Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૩૯
એ છે કે અચેતન ચિંતામણિ વગેરે પણ ફળે છે તો રાગાદિભાવોથી મુક્ત વીતરાગદેવ કેમ ન ફળે? (૧૯૩) કવિ, આમ, અન્યદેવવિલક્ષણતા દ્વારા વીતરાગદેવની અલૌકિકતા સ્થાપિત કરે છે.
વીતરાગદેવ અન્ય દેવોની પેઠે પ્રવૃત્તિપરક નથી ને કશી ભૌતિક ઉપાધિઓ ધરાવતા નથી એ વાત નક્કર વીગતોથી અને લાક્ષણિક વાક્યછટાથી મુકાયેલી છે :
ન પક્ષિપશુસિહાદિવાહના સીનવિગ્રહ, ન નેત્રગાત્રવક્માદિવિકારવિકૃતાકૃતિ. ૧૮.૨ . ન ભૂલચાપચક્રાદિશસ્ત્રાંકકર પલ્લવઃ, નાંગનાકમનીયાંગપરિન્કંગપરાયણઃ. ૧૯૩ ન ગણીયચરિતપ્રકંપિત મહાજન, ન પ્રકોપપ્રસાદાદિવિડમ્બિતનરામર:. ૧૯.૪ ન જગનનસ્થમવિનાશવિહિતાદર,
ન લાસ્ટહાસ્યગીતાદિવિપ્લવપડુતસ્થિતિઃ.૧૯.૫ બીજા દેવો પશુ કે પક્ષીના વાહન પર બેઠેલા હોય છે (જેમકે સરસ્વતી મયૂરવાહન છે વગેરે), વીતરાગદેવને આવું કોઈ વાહન નથી. બીજા દેવોની આકૃતિ આંખ, મુખ આદિના વિકારોવાળી હોય છે (જેમકે કાલી બહાર નીકળેલી જીભવાળા મોઢાવાળી છે), વીતરાગદેવની આકૃતિમાં આવો કોઈ વિકાર નથી. બીજા દેવોના હાથમાં ત્રિશૂળ, બાણ, ચક્ર વગેરે હથિયારો હોય છે (જેમકે શંકરના હાથમાં ત્રિશૂળ) વીતરાગદેવ કોઈ શસ્ત્ર ધરાવતા નથી. બીજા દેવ સ્ત્રીનાં કમનીય અંગોનું આલિંગન કરી રહેલા હોય છે જેમકે શંકર ભગવાનના ખોળામાં પાર્વતી), વીતરાગદેવ કોઈ અંગનાના દેહને આલિંગવાને તત્પર નથી હોતા. અન્ય દેવો પોતાના નિદ્ય ચરિત્રથી મહાજનોને ધ્રુજાવનાર કે પ્રકોપ-પ્રસાદ વગેરેથી નરોની તેમજ દેવોની વિડંબના કરનારા હોય છે, વીતરાગદેવમાં આવું કશું નથી. બીજા દેવો જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનાં કાર્યોમાં રસ લેનારા હોય છે, વીતરાગદેવને આવો કશો રસ નથી. બીજા દેવો હાસ્ય-લાસ્ય વગેરેના સંક્ષોભવાળી સ્થિતિમાં રહે છે, વીતરાગદેવની તો આવા કોઈ સંક્ષોભ વિનાની શાંત મૂર્તિ છે.
આવા વીતરાગદેવનું દેવત્વ જ ક્યાં રહ્યું એવો પ્રશ્ન જરૂર થાય, પણ આચાર્યથી દષ્ટાંત આપે છે કે પ્રવાહની સાથે વહેતાં પર્ણ, તૃણ, કાષ્ઠ વગેરેની વાત બુદ્ધિગમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org