Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૩૪
બીજું ‘પંચાવયવ-ઉપપત્ન’. આમાંનું પ્રથમ લક્ષણ સૂચવે છે કે પ્રતિવાદી કોઈ પણ પ્રસંગે, પોતે સ્વીકારેલા સિદ્ધાન્તથી વિરુદ્ધ જાય તો ત્યાં ‘અપસિદ્ધાન્ત’ નામનું નિગ્રહસ્થાન બને છે.૧૫ પ્રતિવાદીના નિરૂપણમાં આવું નિગ્રહસ્થાન બતાવીને, વાદી વાદકથા દ્વારા પણ પોતાના તત્ત્વનું રક્ષણ કરી શકે છે.
બીજું ‘પંચાવયવ-ઉપપત્ન’ લક્ષણ સૂચવે છે કે વાદના પ્રસંગે પ્રતિવાદી કોઈ પણ અવયવને ન્યૂન (ઓછું) કરે કે અધિક કરે તો ‘ન્યૂન’ અને ‘અધિક’ નામનાં બે નિગ્રહસ્થાનો બને છે.૧૬ એક હેતુ કે ઉદાહરણ સાધ્યને સિદ્ધ કરવા પૂરતું હોય છતાં વધારાનો હેતુ કે ઉદાહરણ પ્રતિવાદી પ્રસ્તુત કરે તો તે ‘અધિક’ નિગ્રહસ્થાનમાં ફસાઈ જાય છે. વળી, પ્રતિવાદી પાંચ અવયવોમાંના હેતુને બદલે હેતુનો આભાસ પ્રસ્તુત કરે તો સવ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યસમ અને કાલાતીત એ પાંચ હેત્વાભાસો બને.૧૭ આ હેત્વાભાસો એ નિગ્રહસ્થાન જ છે.૧૮
આમ હેમચન્દ્રાચાર્યના મતે, વાદના સૂત્રલક્ષણમાં આઠ (અપસિદ્ધાન્ત, ન્યૂન, અધિક અને પાંચ હેત્વાભાસો મળીને આઠ) નિગ્રહસ્થાનોનો પણ વાદમાં પ્રયોગ કરી શકાય એમ ન્યાયસૂત્રનું વાદલક્ષણ સૂચવે છે. એટલે પ્રતિવાદીના નિરૂપણમાં વાદી આવાં નિગ્રહસ્થાનો બતાવીને પોતાના તત્ત્વનિશ્ચયનું રક્ષણ કરી શકે છે. એટલે જલ્પ અને વિતણ્ડા એ બે કથાપ્રકારોની જરૂર જ નથી.૧૯ અલબત્ત, આપણે ઉપર જોયું તેમ, અક્ષપાદે સૂત્ર પરંપરામાં જલ્પ-વિતણ્ડાને તત્ત્વના રક્ષણ માટે સ્વીકારેલાં છે. ન્યાયભૂષણમાં ભાસર્વજ્ઞ કહે છે કે પોતાના આત્મામાં કે શિષ્યાદિના આત્મામાં તત્ત્વના નિશ્ચયનો અંકુર ઉત્પન્ન થયો હોય ત્યારે બૌદ્ધ
૧૫. સિદ્ધાન્તમ્ અમ્યુવેત્ય અનિયમાત્ થાપ્રસંફ્રીોડપસિદ્ધાન્તઃ । - ન્યા. સૂ. ૫-૨-૨૪. ૧૬. હીનમ્ અન્યતમેન અપિ અવયવેન ન્યૂનમ્ ।' - ન્યા. સૂ. ૫-૨-૧૨. हेतूदाहरणाधिकम् अधिकम् ॥ ન્યા. સૂ. ૫-૨-૧૩
૧૭. જુઓ ઃ ન્યાયસૂત્ર ૧.૨.૫, ૬, ૭, ૮, ૯. ૧૮. હેત્વાભાસાથ નિપ્રહસ્થાનાનિ | વાત્સ્યાયનભાષ્ય, ન્યા. સૂ. ૫-૨-૨૫. १८. सिद्धान्ताविरुद्ध इत्यनेन अपसिद्धान्तस्य पञ्चावयवोपपन्न इत्यनेन न्यूनाधिकयोः हेत्वाभासपञ्चकस्य चेति अष्टानां निग्रहस्थानानाम् अनुज्ञानात् तेषां च निग्रहस्थानान्तरोपलक्षणत्वात् । अत एव न जल्पवितण्डे कथे, वादस्यैव तत्त्वसंरक्षणार्थत्वात् । સ્વોપક્ષવૃત્તિ, પ્ર. મી. સૂ. ૨-૧-૩૦
Jain Education International
1
For Private & Personal Use Only
www.jainelibrary.org