Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૪
આસક્ત બનતો અટકી જાય છે, ત્યારે તેના સર્વસંકલ્પનો સંન્યાસ થઈ જાય છે. આ અવસ્થાને ‘યોગારૂઢ' અવસ્થા કહેવામાં આવી છે.
४०
યોગસાધનાવિધિ અંગે ભગવદ્ગીતા કહે છે કે યોગીએ આશારહિત અને અપરિગ્રહી બનીને ચિત્તને આત્મામાં જોડતાં રહેવું જોઈએ. એ માટે એણે એકાંત સ્થાનમાં પવિત્ર સ્થિર આસન સ્થાપીને મનને એકાગ્ર કરતા રહી આત્મવિશુદ્ધિ અર્થે યોગસાધના કરવી જોઈએ.૪૧ પછી યોગીનું ચિત્ત ધીમે ધીમે ઉપરામ પામીને, નિરોધ પામીને, આત્મદર્શન થાય ત્યાર સુધીની અવસ્થાનું નિરૂપણ કરતાં ભગવદ્ગીતા કહે છે કે ધીમે ધીમે ધીરજથી બુદ્ધિપૂર્વક મનને આત્મામાં સ્થિર કરવું, અને કોઈ જ વિચાર ન કરવો, કોઈપણ બાબતનું ચિંતન ન કરવું.૪ યોગાભ્યાસથી ચિત્ત જ્યારે ઉપરામ પામે છે ત્યારે આત્મદર્શન થતાં યોગીને પરમ સંતોષનો અનુભવ થાય છે. આ કેવળ બુદ્ધિગ્રાહ્ય, છતાં ઇન્દ્રિયોના ક્ષેત્રની પેલે પારનું આત્યન્તિક સુખ છે અને એમાંથી યોગી ચલિત થતો નથી; એનાથી બીજું કોઈ સુખ મોટું જણાતું નથી; મોટું દુઃખ પણ એને ચલિત કરી શકતું નથી. આ રીતનો દુ:ખસંયોગનો વિયોગ જ યોગ નામે ઓળખાય છે. માટે આવો યોગ થાક્યા વગર ચોક્કસ સાધવો જોઈએ.૪૩
આ ઉપરથી જણાય છે કે પ્રથમ અગિયાર પ્રકાશમાં પાતંજલયોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ બહિરંગોના સ્થાને, હેમચંદ્રાચાર્યે જૈન પરંપરાને અનુસરીને રત્નત્રયને સ્થાપી દીધું છે. જ્યારે બારમા પ્રકાશમાં તેમણે અનુભવસિદ્ધ યોગને જૈનયોગના અંતરંગ તરીકે સ્થાપી દીધું છે, અને એમાં પાતંજલ યોગસૂત્ર તથા વ્યાસભાષ્ય, શંકરાચાર્યનું ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનું અર્થઘટન, શાંકર અદ્વૈતપરંપરામાં પ્રચલિત મનોનાશની તથા ધ્યાનને લગતી યોગસાધનાની પરંપરાનો યથેચ્છુ લાભ લીધો જણાય છે. સંભવતઃ આ બાબતમાં તેમને આવા કોઈ સિદ્ધયોગીનો સત્સંગ પણ અવશ્ય પ્રાપ્ત થયો હશે. હેમચંદ્રાચાર્યની મનોનાશની પ્રક્રિયાનું પગેરૂં તો અદ્વૈત વૈદાન્ત પરંપરામાં શંકરાચાર્યના યોગસિદ્ધ ગુરુ શ્રી ગોવિંદયોગી સુધી જાય છે. વેદાન્તી યોગીઓમાં અને ઉપાસ્નીબાબા જેવા આધુનિક યોગીઓમાં આ પરંપરા આજ સુધી જીવંત રહેલી છે. આજકાલ મહર્ષિ મહેશયોગીએ નવા લેબાસમાં વિક્સાવીને ભાવાતીત ધ્યાન (Transcendental Meditation કે TM) તરીકે પ્રસાર પમાડેલી ધ્યાનપ્રક્રિયા એ મૂલતઃ શંકરાચાર્યની પરંપરામાં જ ઉતરી આવેલી પદ્ધતિની છે, જેમાં ત્રિક શ્રીવિદ્યાની સહાયથી સહજ રીતે પ્રાણોત્થાન કરવામાં સરળતા રહે
त
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org