Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૫
છે. ઉપરાંત ધ્યાનયોગીઓના સંપ્રદાયોમાંની પ્રાણોત્થાનની પ્રક્રિયામાંની, પ્રાણાયામો દ્વારા મનની ગતિને રોકવાને બદલે, ઉદાસીનવૃત્તિ અને સાક્ષીભાવ દ્વારા મનોલય સાધવાની, પદ્ધતિ પણ હેમચંદ્રાચાર્યના આ નિરૂપણમાં સમાવિષ્ટ થયેલી છે. આ ઉપરથી કોઈ સિદ્ધયોગીના સત્સંગ અંગેની અટકળને સમર્થન મળે છે, જો કે ઉપલબ્ધ હેમચંદ્રચરિત્રોમાં આ અંગેનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પણ “યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં હેમચંદ્રાચાર્યે તીર્થકર શ્રી મહાવીર સ્વામીનો યોગીનાથ” અને “શ્રી વીરનાથ' એમ ઉલ્લેખ કરીને, જૈન પરંપરામાં અપ્રચલિત અને વૈદિક કે તાંત્રિક પરંપરામાં જ પ્રચલિત “નાથ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે કદાચ સૂચક હશે, કારણ કે આ બીજી પરંપરામાં સિદ્ધ યોગીઓનો એક વિશિષ્ટ સંપ્રદાય છે, જેમાં મત્યેન્દ્ર, ગોરખ, જાલંધર, કાનીફ, ભર્તૃહરિ વગેરે ખૂબ પ્રસિદ્ધ નાથયોગીઓનો સમાવેશ કરવામાં આવે છે. નવ નાથો તરીકે જાણીતા આ યોગીઓ પણ અપ્રતિમ અહિંસા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ માટે, અને છતાંય “સિદ્ધ અદ્ભુત યોગસંપત્તિ માટે સુપ્રસિદ્ધ છે. વળી આ યોગીઓમાં કર્ણવેધ એક મહત્ત્વની દીક્ષાવિધિ છે, જેનો આડકતરો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે વિપરીતલક્ષણાથી પ્રથમ પ્રકાશમાં કર્યો છે.શૈવશાક્ત પરંપરામાં પણ ભૂતનાથ, આદિનાથ, આનંદનાથ, સિદ્ધિશાબરનાથ, સહજાનંદનાથ જેવા યોગીઓ કે સિદ્ધોના ઉલ્લેખો મળે છે. જૈન પરંપરામાંના ચોવીસ તીર્થકરોમાંના ઓછા ઓછા સત્તર (૧૭) તીર્થકરોને “નાથ” શબ્દ લાગેલો જોવા મળે છે, જેમ કે, અજિતનાથ, સંભવનાથ, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, નમિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ.
મ.મ.ડૉ. ગોપીનાથ કવિરાજે સ્વાનુભવને આધારે નોંધેલ ૮૪ સિદ્ધ અને સંતપરંપરાની યોગ પદ્ધતિઓમાં “ગુરુનું મહત્ત્વ અપૂર્વ છે; પરમાત્માની સમકક્ષ છે. હેમચંદ્રાચાર્યે પણ ગુરુના મહત્ત્વનું યોગશાસ્ત્રમાં ખાસ પ્રતિપાદન કર્યું છે, અને “ગુરુપ્રસાદ” અર્થાત્ ગુરુની પ્રસન્નતા કે ગુરુકૃપાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. આ “ગુરુકૃપા' એ માત્ર ગુરુની માનસિક ખુશી કે આનંદિત અવસ્થા નથી, પણ એને કારણે શિષ્યયોગીને પ્રાપ્ત થતી, યોગની “ધ્યાન' નામની પ્રક્રિયામાં સરળ રીતે પ્રવેશ કરાવતી, એક વિશિષ્ટ ગુરુગમ્ય પ્રક્રિયા છે, જેને લીધે શિષ્યનું પ્રાણોત્થાન થઈને પ્રાણગતિમાં પરિવર્તન આવી જઈ, અંતર્મુખ થવામાં તેને એકદમ સરળતા થઈ જાય છે. સિદ્ધપરંપરામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચાર અંગોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org