Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૩
જ ભગવાન છે, આપ્ત છે. આમ આચાર્ય હેમચન્દ્રના મતે જે વીતરાગ છે, જે વાતદોષકલુષ છે, તે જ આપ્ત છે, તે જ પ્રમાણ છે, તે જ મોક્ષમાર્ગનો ઉપદેખા છે, બીજો કોઈ નહિ. વીતરાગ સિવાય કોઈ પરમાત્મા નથી, વીતરાગ જ પરમાત્મા છે.
અન્યયોગદ્વાત્રિશિકામાં આચાર્ય હેમચંદ્ર અન્ય દર્શનોના મહત્ત્વના સિદ્ધાન્તોને તારવી તે સિદ્ધાન્તોમાં રહેલી નબળાઈઓ તરફ નિર્દેશ કર્યો છે તેમ જ જૈન સ્યાદ્વાદ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે.
શ્લોક ૪ થી ૧૦માં ન્યાય-વૈશેષિકોના મહત્ત્વના સિદ્ધાન્તોની સમીક્ષા છે. ન્યાય-વૈશેષિકો વસ્તુની અનુવૃત્તિ અને વ્યાવૃત્તિને ઘટાવવા માટે વસ્તુથી તદ્દન ભિન્ન સામાન્ય અને વિશેષ એ બે સ્વતંત્ર પદાર્થોને સ્વીકારે છે. હેમચંદ્રાચાર્ય જણાવે છે કે વસ્તુની અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, તેને માટે વસ્તુથી તદ્દન ભિન્ન બે સ્વતંત્ર પદાર્થો માનવાની જરૂર નથી. ન્યાયવૈશેષિકો કેટલીક વસ્તુઓને એકાન્ત નિત્ય માને છે જ્યારે કેટલીક વસ્તુઓને અનિત્ય માને છે. તેના ખંડનમાં કહ્યું છે કે બધી વસ્તુઓ અનેકાન્તાત્મક છે, અર્થાત્ બધી વસ્તુઓ નિત્યાનિત્ય છે. ગુણોની અંદર થતાં પરિવર્તનો એકાન્ત નિત્ય દ્રવ્યોને સ્પર્શે નહિ એ આશયથી ન્યાય-વૈશેષિકોએ ગુણોને દ્રવ્યથી અત્યંત ભિન્ન માન્યા છે અને તે બન્નેને જોડતો સમવાય નામનો એક પદાર્થ માન્યો છે. દ્રવ્ય અને ગુણ વચ્ચે ધર્મધર્માભાવ ઘટાવવા સ્વીકારવામાં આવેલો સમવાય પદાર્થ તર્કથી ટકી શકતો નથી. ગુણો દ્રવ્યમાં રહે છે, એટલું જ નહિ પણ સમવાય પણ દ્રવ્યમાં રહે છે એવી ન્યાય-વૈશેષિક માન્યતા છે. તેથી પ્રશ્ન ઉદ્ભવે છે કે સમવાય દ્રવ્યમાં ક્યા સંબંધથી રહે છે? સંયોગ સંભવે નહિ કારણ કે તે બે દ્રવ્યો વચ્ચે જ સંભવે છે. બીજો સમવાય માનતાં અનવસ્થાદોષ આવે છે. વળી, દ્રવ્ય, ગુણ
७. यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्याभिधया यया तया ।
वीतदोषकलुषः स चेद्भवान् एक एव भगवन् नमोऽस्तु ते ॥ ३१ ૮. ને વીતરાત્ પરમતિ રૈવતં .. | ૨૮
અહીં સમન્તભદ્રાચાર્યની આપ્તમીમાંસાના પ્રારંભિક શ્લોકોનું સ્મરણ થઈ આવે છે : देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org