Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧ ૨
ધ્યાન માટે ઇન્દ્રિયલય તથા ચિત્તલયની પદ્ધતિ દર્શાવતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે એકાન્ત, અતિપવિત્ર રમણીય જગ્યામાં સદા સુખાસનમાં બેસીને, પગના અંગુઠાના છેડાથી માથાની ચોટી સુધીના સઘળા અવયવો શિથિલ કરીને, જ્ઞાનેન્દ્રિયોનો સામાન્ય વ્યાપાર ભલે ચાલુ રહે છતાં, ચિત્તની વૃત્તિને રોકવાની મથામણમાં પડ્યા વિના,. દાસી ભાવ ધારણ કરીને, વિષયસુખ અંગેની ભ્રાન્તિમાંથી મુક્ત થઈને, બાહ્ય અને આંતરિક ચેષ્ટાઓ ત્યજી દઈને, યોગાભ્યાસી તન્મયભાવ પ્રાપ્ત થતાં ઉન્મની અવસ્થાએ પહોંચે છે. ચિત્તને પ્રયત્નપૂર્વક રોકવાની પદ્ધતિ અહીં નથી, એથી ઉલટું હેમચંદ્રાચાર્ય કહે છે કે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોનું ગ્રહણ કરતાં રોકવી નહીં, કે ગ્રહણ કરવામાં પ્રવર્તાવવી નહીં, ચિત્ત પણ જ્યાં જ્યાં જાય ત્યાંથી તેને પાછું વાળવું કે વારવું નહીં. કેમ કે એમ કરવા જઈએ તેમ તેમ તે વધુને વધુ ભટકે છે; અને ન વારીએ તો થાકીને શાન્ત બને છે. જેમ જેમ અને જ્યાં જ્યાં ચિત્ત સ્થિર થાય ત્યાં ત્યાંથી ત્યારે ત્યારે યોગીએ તેને ચલિત ન કરવું; આ રીતે અભ્યાસ કરવાથી અતિશય ચંચળ ચિત્ત પણ એકદમ સ્થિર થઈ જાય છે. ૩૦ એ જ રીતે આંખની નજર જે કોઈ સ્થાને સ્થિર થાય ત્યાં ધીમે ધીમે વિલય પામે છે; આ રીતે પ્રસ્તુત થઈને વિલય પામતી દષ્ટિ પરમાત્મતત્ત્વરૂપ સ્વચ્છ દર્પણમાં સ્થિર થઈને જાતે જ આત્માનું દર્શન કરે છે.૩૧ વિશેષમાં હેમચંદ્રાચાર્ય કહે છે કે આત્મા ઉદાસીનભાવમાં મગ્ન થતાં તેને પરમ આનંદનો અનુભવ થાય છે. અને તે મનને ક્યાંય પણ પ્રેરતો નથી. આ રીતના ઉપેક્ષાભાવથી ચિત્ત કોઈ ઇન્દ્રિયો પર અધિષ્ઠિત થતું ન હોવાથી પોત પોતાના વિષયો હાજરાહજૂર હોવા છતાં ઇન્દ્રિયો તેમાં પ્રવૃત્ત થતી નથી. આમ આત્મા મનને પ્રેરતો ન હોવાથી, મન ઇન્દ્રિયોને પ્રેરતું નથી, અને બંને દ્વારા પ્રેરિત ન થવાથી તે આપોઆપ જ લય પામીને મનોનાશ કે ચિત્તલયની અવસ્થા પ્રાપ્ત થાય છે. મનોનાશ થતાં નિષ્કલ આત્મતત્ત્વ, સ્થિરજ્યોતિની જેમ પ્રગટ થાય છે. ૩૩
યોગીને તત્ત્વદર્શન થયાની કેટલીક નિશાનીઓ દર્શાવતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે પસીનો થયા વગર અને અંગમર્દન કર્યા વગર પણ આવા યોગીનું શરીર કોમળ બની જાય છે. તેલમાલીસ વગર શરીર સ્નિગ્ધ રહે છે. મનમાં કાંટો રહેતો નથી. શરીરની અક્કડતા છૂટીને એકદમ શિથિલતા આવી જાય છે. અવિદ્યા નષ્ટ થઈ જાય છે. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org