Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૦
દ્વારા જ થયો હતો. હેમચંદ્રાચાર્ય તો ત્યાં સુધી કહે છે કે જેના કાને ‘યોગ’ એ શબ્દ જ પડ્યો ન હોય એવો વ્યક્તિ દેખીતો માણસ હોવા છતાં વાસ્તવમાં પશુ છે, અને એનો જન્મ નિરર્થક છે; તે ન જન્મ્યો હોત તો જ સારૂં ! ૧૦ ચારેય પુરુષાર્થોમાં શ્રેષ્ઠ મોક્ષ પુરુષાર્થ માટે યોગ જ કારણરૂપ બને છે, અને યોગ જ જ્ઞાન, શ્રદ્ધા તથા ચારિત્રરૂપ રત્નત્રય છે. આવા યોગની પ્રાપ્તિ કરવાની ઇચ્છા કોણ ન કરે ? ૧૨ ‘યોગ’ વિષે હેમચંદ્રાચાર્યની આ સ્પષ્ટ ધારણા, અપેક્ષા તથા શ્રદ્ધા છે.
૧૧
૧૩
હવે ‘અનુભવસિદ્ધ’ યોગ અંગે હેમચંદ્રાચાર્ય કહે છે કે યોગવિજ્ઞાનનો અભ્યાસ કરનાર યોગીને ચિત્તની વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એ ચાર અવસ્થાઓની આશ્ચર્યજનક જાણકારી પ્રાપ્ત થાય છે. કારણ કે, સામાન્યતઃ માનવી બહિમુર્ખ હોય છે અને અંતર્મુખ થઈને સાક્ષીભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચિત્તની અવસ્થાઓ વિષે સભાનતા જાગવી સંભવિત જ નથી; જો કે પ્રત્યેક મનુષ્યમાં ઓછેવત્તે અંશે કોઈકવાર અલ્પકાળ માટે સંજોગોવશાત્ આવી ક્ષણિક સભાનતા જાગે છે ખરી, પણ તે અસ્થાયી અને મોટે ભાગે અર્ધસભાન કે ધૂંધળી હોય છે. પછી આ ચાર અવસ્થાઓ અંગે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે વિક્ષિપ્ત એટલે ચલ કે ભટકતું; યાતાયાત એટલે થોડીક સ્થિરતા પ્રાપ્ત થવાથી આનંદનો અનુભવ કરતું; શ્લિષ્ટ એટલે સ્થિર થવાથી સતત આનંદનો અનુભવ કરતું; અને સુલીન એટલે અતિશય નિશ્ચલ અર્થાત્ એક જ વિષયમાં એકાગ્ર થયેલું ચિત્ત. ૧૪
આ ચાર અવસ્થાઓમાંથી પસાર થતાં થતાં, અભ્યાસ પાકો થઈ જતાં, યોગીનું ચિત્ત ‘નિરાલંબ' અર્થાત્ નિર્વિષય સમરસભાવરૂપ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરીને પરમ આનંદનો અનુભવ કરે છે. અહીં હેમચંદ્રાચાર્ય ભલામણ કરે છે કે બાહ્ય વિષયોમાંના આત્મભાવને છોડી દઈને પ્રસન્ન અંતઃકરણ દ્વારા યોગીએ પરમાત્માનું ચિંતન કરવું, જેથી તન્મયતા અર્થાત્ પરમાત્મમયતા પ્રાપ્ત થાય. ૧૫ આના અનુસંધાનમાં ‘બાહ્યાત્મા’ એટલે કે શરીર, ધન, પરિવાર, સ્રીપુત્રાદિ વગેરેમાં આત્મબુદ્ધિ, અને ‘અંતરાત્મા' એટલે કે શરીર વગેરેનો અધિષ્ઠાતા ચિદ્રૂપ, આનંદમય નિઃશેષ ઉપાધિવર્જિત, શુદ્ધ, અતીન્દ્રિય, અનંતગુણોથી યુક્ત આત્મા પ્રત્યે આત્મબુદ્ધિ; આ આત્મા એ જ પરમાત્મા છે એવું યોગના જાણકારોનું કથન છે.૧૭ આત્માને શરીરથી કાયમ અલગ જાણવો અને શરીરને આત્માથી અલગ અનુભવવું, એ બે અનુભવોથી આત્મા અને શરીરની ભિન્નતાને જાણનાર યોગી આત્મનિટ્ટામાંથી ચલિત થતો નથી.૧૮
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org