Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નિરીક્ષણ, ચિંતન અને અનુભવે જગત, આત્મા અને બ્રહ્મ (કે જીવાત્મા અને પરમાત્મા)- એ ઉત્તરકાલીન ચિંતનદર્શનનો આધાર બન્યાં. એમના સ્વરૂપની સમજ બાબત જે વિવિધ દૃષ્ટિઓ ઉદ્ભવી અને પ્રવર્તી તેના થોડાક સંકેત ભગવદ્ગીતા-ઉપનિષદ'માંથી પણ મળે છે. ક્ષરપુરુષ, અક્ષર પુરુષ અને પુરુષોત્તમ એવે નામે ઉપર્યુક્ત વ્યવસ્થાનું તેમાં વિધાન કર્યું છે.
આ આત્મવિચાર કે અધ્યાત્મવિચાર તો સાધન હતું. સાધ્ય હતો – આત્માનુભવ, યોગ. યોગવિચારને દાર્શનિક પરંપરાઓમાં આથી ઘણું જ મહત્ત્વ મળ્યું. જૈન પરંપરામાં, “ભગવદ્ગીતા'વાળી પરંપરામાં, પાતંજલ યોગવાળી પરંપરામાં અને ઉત્તરકાલીન સિદ્ધયોગીઓ અને નાથપંથીઓની પરંપરામાં વિવિધ રીતે યોગસંજ્ઞા પાયાની ભૂમિકા ભજવવા લાગી. યોગસિદ્ધિ માટે પ્રારંભનું સોપાન તે ધ્યાન. એથી ધ્યાનના સ્વરૂપ, પ્રક્રિયા અને મહત્ત્વ વિશે પણ ઘણી દૃષ્ટિએ વિચારણા થઈ.
‘આત્મા’, ‘યોગ’ કે ‘સમાધિ અને ધ્યાન'એ સંજ્ઞાઓના પ્રભાવ નીચે ઉત્તરકાલીન વિવિધ પરંપરાઓની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલતી રહી છે તેમાં શૈવ, શાક્ત અને વૈષ્ણવ આગમો, તંત્રો, સહજયાન- વજયાન, અને જૈન આધ્યાત્મિક પરંપરા-એવા વિવિધ પ્રવાહો છે. એમનું એતિહાસિક અને તુલનાત્મક અધ્યયને ઘણું ફલપ્રદ નીવડે તેમ છે. સંદર્ભસૂચિ
કુમારપાલચરિત (પ્રાકૃત-વ્યાશ્રય-કાવ્ય), હેમચંદ્રાચાર્ય કૃત. પૂર્ણકલશગણિત ટીકા સહિત. સંપા. શ. પાં. પંડિત. બોમ્બે સંસ્કૃત સિરીઝ, ક્રમાંક ૬૦, ૧૯૦૦, મુંબઈ.
અમનસ્કયોગ. ગોરક્ષનાથકૃત. પરમપ્રયાસુ (પરમાત્મપ્રકાશ. યોગદુદેવકૃત, સંપા. આ. ને ઉપાધ્ય.
૧૯૬૦. અગાસ યોગપ્રદીપ. જૂની ગુજરાતી બાલાવબોધ સાથે. પ્રકાશક: જૈન સાહિત્ય વિકાસ
મંડળ, ૧૯૬૦, મુંબઈ. યોગશાસ્ત્ર, હેમચંદ્રાચાર્યકૃત, સંપા. મુનિ જંબુવિજય, ૧૯૩૭, ૧૯૯૦, મુંબઈ.
***
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org