Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અમે પાંચ-સાત જણ હજી ટકી રહ્યા છીએ, દલસુખભાઈ, ડૉ. ચન્દ્ર, આ વક્તા (અને ગુજરાત બહાર કુલકર્ણી, જગદીશચન્દ્ર જૈન, ઘાટગે વગેરે) તેમની શક્તિ અત્યંત ઘટી ગઈ છે અને બહુ ઓછી જવાબદારી લઈ શકે એવી અવસ્થાએ પહોંચી ગયા છે. જૈન મુનિવરોમાં પણ મુનિશ્રી જંબુવિજયજી જેવા બહુ થોડાનું ઉચ્ચ કક્ષા અને વ્યાપતા જાળવતું વિઘાકાર્ય ચાલે છે. પરદેશમાં પ્રશિષ્ટ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું અધ્યયન સંશોધન કરતા વિદ્વાનોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. ભારતીય સંસ્કારવારસાનું જતન કરવાની જેમની ખેવના છે, તે સૌએ–જૈન સમાજ સહિત સૌએ અધ્યેતાઓની નવી પેઢી તેમને પૂરતો આર્થિક ટેકો અને સર્વોચ્ચ તાલીમ મળે તેવો પ્રબંધ કરીને તૈયાર કરવા બધું જ કરી છૂટવું જોઈએ. સંસ્થાઓ પડી ભાંગી છે. તેમને પૂરી બેઠી કરવી જોઈએ અને અત્યારે જૂની નવી તાલીમી તેમ જ ઉચ્ચતર સંશોધન સંસ્થાઓ શરૂ કરવી જોઈએ. તો જ આપણી સંસ્કારદરિદ્રતા ઓછી થશે અને ઝડપથી નષ્ટ થઈ રહેલા પ્રાચીન સાહિત્યવારસામાંથી થોડુંક પણ બચશે, ભાવનાશીલ નિઃસ્પૃહ અને નિષ્ઠાવાન મૂઠીભર લોકો પ્રયાસ કરે તો પણ આપણી દુર્દશા અવશ્ય સુધરે.
અત્યારે જે જૂની સંસ્થાઓ પડી ભાંગી છે તેમને ફરી બેઠી કરવી જોઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ માલિકની જેમ વરતે છે, તેમણે લોકોનો ટ્રસ્ટ પાછો મેળવવો જોઈએ. લક્ષ્મી અને સત્તાએ સરસ્વતીને બંદી બનાવી મૂકી છે, તેમાંથી તેને મુક્ત કરવી જોઈએ. દેવમંદિરોની જેમ વિદ્યામંદિરો કે સરસ્વતી મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા થવી જોઈએ અને તેમાં પેટભરુ ગણતરીબાજ પૂજારીઓને બદલે સાચા આરાધક ભક્તોને પૂજારીની પ્રતિષ્ઠા આપવી જોઈએ. નવી તાલીમાર્થી સંસ્થાએ અને ઉચ્ચતર સંસ્થાઓ શરૂ કરવી જોઈએ, તો જ આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવી શકીંશું અને આપણી સંસ્કારદરિદ્રતા કંઈક ઓછી કરી શકીશું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અને તેનું સમાયોજન કરનાર સૌના પ્રત્યે હું મારી આભારની લાગણી વ્યક્ત કરું છું.
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org