Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ
(૧) ‘જન્મભૂમિ’ દૈનિકમાં તા. ૨૫-૧૦-૯૩ના અંકમાં પ્રકાશિત સમારોહના અહેવાલમાંથી
“જેમ્સ ક્રીસલ દરિયાનાં જ ચિત્રો ચીતરતો હતો. આપણા વિવેચકો તો એવા કે ખાંડ ખાય તો શરદી થાય અને ગોળ ખાય તો ગરમ પડે. એમને પૂછ્યું કે - તમે દરિયાનાં જ ચિત્રો કેમ કરો છો ? ત્યારે જેમ્સ ક્રીસલરે જવાબ આપ્યો કે – લાઈફ સાઈઝનાં માણસો જ ક્યાં છે? પણ જેમ્સ ક્રીસલર જો માલવણિયાસાહેબને કે ભાયાણીસાહેબને મળ્યો હોત તો તેણે દરિયાના ચિત્રો ન કર્યાં હોત.’”
ઉપરના શબ્દો, પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા તથા જાણીતા ભાષાશાસ્ત્રી ડો. હરિવલ્લભ ભાયાણીને ‘શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરવા માટે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં, એમ. એસ. યુનિવર્સિટી - વડોદરાના ઉપકુલપતિ અને સુપ્રસિદ્ધ કવિ ડૉ. સુરેશ દલાલે ઉચ્ચાર્યા હતા.
આ બંને મૂર્ધન્ય સાક્ષરોનું અભિવાદન કરતાં પંન્યાસ શીલચન્દ્રવિજયજી ગણીએ દલસુખભાઈ માલવણિયાને મતાગ્રહમુક્ત એવા શ્રેષ્ઠ આગવિજ્ઞાની હોવાનું જણાવ્યું હતું. તેમણે ભગવાન મહાવીરના પોતાના મુખેથી બોલાયેલા શબ્દો આપણને શોધી આપીને અદ્ભુત કામ કર્યું છે. ડૉ. ભાયાણી વિશે મુનિએ જણાવ્યું કે ભાયાણીસાહેબ એટલે રમણીયતાનો મૂર્તિમંત અવતાર; એમનો અભિગમ, એમની વાતો, એમનો અભિનિવેશ અને એમનું બધું જ નિત્ય નૂતન અને તેથી, રમણીય હોય છે. આ બન્ને વિદ્વાન પંડિતો-રણમાં મીઠી વીરડી જેવા છે.
આમંત્રિત વક્તાઓ પૈકી, ડૉ. નગીન જે. શાહ, ડૉ. કે. આર. ચન્દ્ર, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. કનુભાઈ શેઠ વગેરેએ પણ બન્ને વિદ્વાનોનું અભિવાદન કર્યું હતું. તદુપરાંત પેરીસના, ઇન્ડોલોજીના અભ્યાસી પ્રાધ્યાપિકા ડૉ. નલિની બલબીરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ઇન્ડોલોજીના વિદેશી વિદ્વાનો વતી બંને સન્માનનીય પંડિતોનું અભિવાદન કર્યું હતું.
ડૉ. સુરેશ દલાલે બંને વિદ્વાનોને હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક તથા સરસ્વતીદેવીની પ્રતિમા અર્પણ કર્યા પછી પોતાના મનનીય અને સહુને રસતરબોળ કરી મુકનારા,
(૨)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org