________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૨૫
મૌનપૂર્વક દેવાની છે અને જેમ દેરાસરમાં પ્રવેશીએ ત્યારે દેવાની છે. તેવી રીતે દેરાસરમાં દ્રવ્ય-ભાવ પૂજા થઇ જાય અને દેરાસરમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે પણ દેવાની હોય છે.
હા... તો જ્યારે એ દેવો પ્રદક્ષિણા દેતા હતા ત્યારે જ શ્રી ગૌતમ મહારાજા પણ એક એક પ્રભુની ભાવપૂર્વક સ્તુતિ કરી રહ્યા હતા. પેલા તિર્યક જાંભુક દેવને અષ્ટાપદના દેરાના પ્રભુજીમાં બહુ રસ ન હતો. મિત્રદેવે કહ્યું તેથી આવ્યા હતા. તેથી તેઓ તો આજુબાજુ બધું જોતા હતા. તેમાં શ્રી ગૌતમ મહારાજ ઉપર દૃષ્ટિ પડી. વિચારમાં પડી ગયા. સાંભળવા મળે છે કે સાધુઓ તો તપસ્વી હોય છે. જે તપસ્વી હોય તે દુર્બળ હોય. આ તો હષ્ટ-પુષ્ટ શરીરવાળા છે. વળી સાધુ છે. આવું કેમ ઘટી શકે ?
ગૌતમ મહારાજ તો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. તપ તો હતું પણ શરીર ને મનનું બંધારણ એવું હતું. એટલે શરીરની પુષ્ટતા અને કાંતિ બન્ને એકમેકની હોડમાં ઊભાં હતાં. જ્યારે તેઓ અષ્ટાપદ તીર્થનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે પહેલે બીજે ત્રીજે પગથિયે રહેલા તાપસોએ એમને જોયા હતા ત્યારે તો એમને લાગ્યું કે.‘કિમ ચઢશે દૃઢકાય ગજ જેમ દીસે ગાજતો એ'' સોના જેવા પીળા વર્ણનો નાનો હાથી જ ન હોય તેવા ગૌતમસ્વામી લાગતા હતા અને તાપસો મનમાં વિચારતા હતા કે “તપ સોસિય નિયં અંગ અમ્હ સંગતિ નિવ ઉપજે એ’' તપ કરી કરીને અમારાં શરીર સુકાઈ ગયાં
અમે સાવ હળવા થઈ ગયા છીએ. છતાં ચઢી શકતા નથી અને આ... પણ સૂર્યનાં કિરણોનું આલંબન લઈ જેવા એ સડસડાટ ચઢી ગયા ત્યારે જ તાપસોએ સંકલ્પ કર્યો કે જો આ મહાપુરુષ નીચે પધારે તો તેમને અમે અમારા ગુરુ મહારાજ બનાવીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org