________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
શ્રી શ્રુતજ્ઞાનના દોહાનો અર્થ
ર
શ્રી શ્રુતજ્ઞાનને સર્વદા વન્દના કરો કે જેના ચૌદ અથવા વીશ ભેદો છે. તે બન્નેમાંથી હું ચૌદ ભેદોનું વર્ણન કરું છું. જે સર્વ શ્રુતના સ્વામી તે શ્રુતકેવલિ કહેવાય છે. ॥૧॥ અકારના અઢાર ભેદો છે. તેજ પ્રમાણે સર્વ અક્ષરોના ભેદો જાણવા. લબ્ધિ, સંજ્ઞા અને વ્યંજન એમ ત્રણ પ્રકારના અક્ષરોને અક્ષરશ્રુત જાણવું. ॥૨॥ પહેલો ભેદ) //પ્રવચન ૧ શ્રુત ૨ સિદ્ધાન્ત ૩ આગમ ૪ સમય ૫ એ સર્વ જેના પર્યાયી નામ છે એવા શ્રુતજ્ઞાનનું વ્યાખ્યાન કરીને તેમજ તેના વ્યાખ્યાન કરનારા શ્રુતજ્ઞાનીના ચરણકમલોને ચિત્તમાં લાવીને ઘણા પ્રકારના સ્નેહથી તેની પૂજા કરો. ૩) હસ્તરૂપી લતાની ચેષ્ટા (ખોંખારો ઉધરસ ઉચ્છવાસાદિ) વિગેરેએ કરી અન્તર્ગત ભાષા જણાવે એ અનક્ષર શ્રુતને પ્રકાશ કરનારો સત્ય અર્થ જાણવો. એ બીજું અનક્ષર શ્રુત ૪૫.(બીજો ભેદ) | જે દીર્ઘકાલિકી નામની સંશા છે તેણે કરીને (સહિત) સંશિ જીવો જાણવા તે સંશિ જીવો મન ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલા સંશિશ્રુતના સ્થાનક જાણવાં ।।૫। (ત્રીજો ભેદ) ।। જે જીવોને મનોરહિત ઇન્દ્રિયો માત્રથી તેને આવરણ કરનારા કર્મના ક્ષયોપશમ વડે જે જ્ઞાન થાય તે અસંશિશ્રુત જાણવું. ॥૬॥ (ચોથો ભેદ) | જે સિદ્ધાન્ત સમ્યકત્વ વિનાનો હોય તે વિપરીત સિદ્ધાન્ત જાણવો ને જે સિદ્ધાન્તમાં સમ્યકત્વ હોય તે પ્રત્યક્ષ (સત્ય) સિદ્ધાન્ત
૧૦૯
૧. અકારના હ્રસ્વ દીર્ઘ અને પ્યુત એમ ત્રણ ભેદો છે, વળી તે દરેકના ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ ભેદો છે, એટલે નવ, તે નવને સાનુનાસિક અને નિરનુનાસિક એમ બે ભેદે ગુણતાં અઢાર ભેદો જાણવા.
૨. પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવાથી તથા મોઢેથી બોલાતા અક્ષરો સાંભળવાથી થતું જ્ઞાન.
૩. પૂર્વે વર્ણવેલી અઢાર પ્રકારની લિપિરૂપી અક્ષરો.
૪. વચન યોગે કરી મોઢેથી બોલાતા અક્ષરો.
૫. આ કર્મગ્રન્થ ટીકાનો મત છે. વિશેષાવશ્યકાદિકમાં ચેષ્ટામાં શ્રુતનું લક્ષણ નહિ હોવાથી ચેષ્ટાને શ્રુતપણું કહેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org