________________
શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત
૨૮૧ સોનામહોરો મંગાવી તેમને ભેટ કરી. ગુરુએ નિસંગ હોવાથી ગ્રહણ કરી નહીં. તેમ રાજાએ પણ દાન તરીકે કલ્પેલી હોવાથી પાછી રાખી નહીં. તેથી સંઘના આગેવાનોએ જીર્ણોદ્ધારાદિક શુભ કાર્યોમાં તેનો ઉપયોગ કર્યો. રાજાના દાનની વહીમાં (ચોપડામાં) આ પ્રમાણે લખ્યું કે- “દૂરથી ઊંચા હાથ કરીને ધર્મલાભની આશિષ આપતા સિદ્ધસેનસૂરિને રાજાએ કરોડ સોનામહોરો આપી.”
પછી સૂરિ મહારાજ વિહારના ક્રમે વિચિત્ર પ્રકારના શિખરવાળા ચિત્રકૂટ (ચિતોડ) માં આવ્યા. ત્યાં એક જૂના ચૈત્યમાં એક મોટો સ્તંભ જોઈને સૂરિએ એક પુરુષને પૂછ્યું કે આ સ્તંભ શેનો છે? અને તેમાં શું છે? ત્યારે તે બોલ્યો કે, “આ સ્તંભમાં રહસ્ય (ગુપ્ત) વિદ્યાનાં પુસ્તકો રાખેલાં છે, તથા આ સ્તંભ તે તે પ્રકારની
ઔષધિઓના યોગથી જાણે વજનો બનાવ્યો હોય તેમ અગ્નિ, જળ વિગેરેથી પણ અભેદ્ય છે. તે સાંભળીને નિપુણ એવા તે સૂરિએ તે સ્તંભની ગંધ લઈને તે તે ઔષધિનો પ્રતિકાર કરનારી સામી ઔષધિઓ શોધીને તેનો રસ તે સ્તંભને લગાડ્યો, એટલે તે સ્તંભ પાકા ચીભડાની જેમ વિકાસ પામ્યો (ફાટ્યો). પછી તેમાંથી એક પુસ્તક છોડીને તેનું પ્રથમ પાનું સૂરિ વાંચવા લાગ્યા, તેમાં પહેલી જ લીટી વાંચતાં બે મહાવિદ્યાઓ મળી આવી. પહેલી સર્ષય વિદ્યા અને બીજી ચૂર્ણના યોગથી સુવર્ણ કરવાની વિદ્યા. પહેલી સર્વપ વિદ્યાનો એવો પ્રભાવ હતો કે કાર્ય આવે છ0 જેટલા સર્ષવના દાણા મંત્રીને જળાશયમાં નાંખે તેટલા ઘોડેસવારો બેંતાલીશ જાતિનાં શસ્ત્રો સહિત તેમાંથી નીકળી પરસૈન્યનો નાશ કરીને પાછા અદૃશ્ય થઈ જાય, અને બીજી વિદ્યા એવી હતી કે કોઈ પણ ધાતુની સાથે તેમાં બતાવેલી વસ્તુના ચૂર્ણનો યોગ કરવાથી વિના યત્વે જાતિવંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org