Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 294
________________ શ્રી સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત ૨૮૩ કરાતા રાજકારમાં જવા આવવા લાગ્યા. અને એમ થવાથી પરિવાર સહિત તે સૂરિ રાજાનો સત્કાર અને અહંકાર વિગેરે વડે ક્રિયામાં શિથિલ થયા. કહ્યું છે કે तांबूलं देहसत्कारः, स्त्रीकथेन्द्रियपोषणम् । नृपसेवा दिवा निद्रा, यतीनां पतनानि षट् ॥१॥ અર્થ– તાંબુલનું ભક્ષણ, દેહનો શણગાર, સ્ત્રીની કથા, ઈદ્રિયોની પુષ્ટિ, રાજાની સેવા (રાજાનો પરિશ્ય) અને દિવસની નિદ્રા, એ છ મુનિઓને પતન પામવાનાં સ્થાનો છે. ૧ વળી કહ્યું છે કે “જે ગુરુ નિશ્ચિત થઈને સૂએ છે તેના શિષ્યો પણ સૂઈ રહે છે. તેથી કરીને મોક્ષના માર્ગ બંધ થાય છે અને શ્રતની હીલના થાય છે.” કેટલેક કાળે વૃદ્ધવાદીએ આ વાત સાંભળી ત્યારે તે અત્યંત ખેદ પામ્યા. એટલે ગીતાર્થ સાધુઓને ગચ્છ ભળાવી સિદ્ધસેનસૂરિને પ્રતિબોધ કરવા માટે ગુપ્ત રીતે વેષ બદલો કરીને ત્યાં આવ્યાં. અહીં તે વખતે સુખાસનમાં બેસીને શ્રી સિદ્ધસેન રાજસભામાં જતા હતા. તેઓ રાજાને માન્ય હોવાથી નાના પ્રકારની કળા જાણનારા અનેક મનુષ્યો પોતપોતાની ભક્તિ બતાવવા માટે તે સુખાસનને થોડી થોડીવાર પોતાનો ખભો દેતા હતા. તે જોઈને વૃદ્ધવાદીએ પણ પોતાનો ખભો આપ્યો. તે વખતે ગર્વથી ઉદ્ધત મનવાળા સિદ્ધસેન આ પ્રમાણે અર્ધા શ્લોક બોલ્યા કે– - भूरिभारभराक्रान्तः स्कन्धोऽयं तव बाधति । “ઘણા ભારના સમૂહથી દબાયેલો આ તારો ખભો બાધા (પીડા) પામે છે.” તે સાંભળીને વૃદ્ધવાદી બોલ્યાन तथा बाधते स्कन्धो बाधतिर्बाधते यथा ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322