Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 319
________________ ૩૦૮ જ્ઞાનપદ ભજીએ રે વરસનું ધાન્ય છે એમ કહેતાં સાંભળ્યા છે, તેથી ફોગટ મહા અનર્થકારી શરત શા માટે કરે છે?” તે સાંભળીને તે બોલ્યો કે“જે કર્યું તે કર્યું છે. હવે જેમ ઘટે તેમ ઉપાય કરો.” પછી પુત્રના મોહથી મોહિત થયેલી તે માતાએ પુત્રના હિતને માટે વસુ રાજા પાસે જઈને તેને એકાંતમાં એવી રીતે અસરકારક કહ્યું કે જેથી ગુ૫ત્નીના દાક્ષિણ્યને લઈને તેણીના કહેવા પ્રમાણે જ અર્થ કરવાનું તેણે કબુલ કર્યું. પછી પ્રાત:કાળે તે બન્ને સભામાં જઈ વિવાદ કરવા લાગ્યા, અને તેના નિરાકરણ મટે વસુ રાજાને પૂછ્યુંતે વખતે મોટા પાપનો પણ અનાદર કરીને રાજાએ ખોટી સાક્ષી પૂરી. અર્થાત્ અજ. શબ્દનો અર્થ બકરો એમ કર્યો. તે જ વખતે દેવતાએ તેને લાત મારીને સિંહાસન પરથી પાડી દીધો. તરત જ તે મરીને નરકે ગયો. તેની ગાદીએ તેના પુત્રોને બેસાડ્યા. તે પણ અનુક્રમે આઠ પુત્રો દેવતાથી હણાયા. કેમકે દૈવી કોપ દુઃસહ છે. તેના બે પુત્રો નાશી ગયા. પછી પુરના લોકોએ પર્વતકને ધિક્કાર આપી પુરમાંથી કાઢી મૂક્યો. તેને “મહાકાળ” નામના અસુરે આશ્રય આપ્યો. તે મહાકાળનો સંબંધ એવો છે કે “અયોધન” નામના રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર આરંભ્યો. તે વખતે તે કન્યાની માતાએ કન્યાને ગુપ્ત રીતે કહ્યું કે “મારા ભાઈનો પુત્ર જે “મધુપિંગ છે, તેને તું વરજે. કેમકે તે બહુ રૂપવાન તથા ગુણી છે.” આ વાત સર્વ રાજાઓમાં મુખ્ય એવા “સાગર” રાજાએ ગુપ્તપણે સાંભળનારી એક દૂતીના મુખથી જાણીને પોતાના પુરોહિતને તે કન્યાને પરણવાનો ઉપાય પૂછયો. ત્યારે કપટ કરવામાં ચતુર અને શીઘ્રકવિ એવા તે પુરોહિતે તત્કાળ નવી રાજલક્ષણ સંહિતા બનાવીને સભામાં એવી રીતે તે ગ્રંથનું વ્યાખ્યાન કર્યું કે જેથી રાજલક્ષણો વડે સગર રાજા ઉત્કૃષ્ટ ગણાય, અને મધુપિંગ હીન ગણાય. તે સાંભળીને સર્વ રાજાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322