________________
૩૦૬
જ્ઞાનપદ ભજીએ રે “નારદ” નામના એક વિદ્યાથીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા. એકદા અભ્યાસ કરીને થાકી ગયેલા તે ત્રણે વિદ્યાથીઓ રાત્રે પ્રાસાદ ઉપર સૂઈ ગયા હતા. તે વખતે આકાશમાર્ગે જતા બે ચારણ મુનિ પરસ્પર આ પ્રમાણે બોલ્યા કે-“આ ત્રણે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાથી સ્વર્ગે જશે, અને બીજા બે નર જશે. તે વખતે ઉપાધ્યાય જાગતા હતા, તેમણે આ વૃત્તાંત સાંભળીને ખેદ પામી " વિચાર્યું કે-“મને ધિક્કાર છે કે હું ભણાવનાર છતાં મારા બે શિષ્યો નરકે જશે.” પછી પ્રાત:કાળે “આ ત્રણમાંથી સ્વર્ગે કોણ જશે?” તેનો નિર્ણય કરવા માટે તેની પરીક્ષા કરવા દરેકને એક એક લોટનો કૂકડો આપીને કહ્યું કે-“જે ઠેકાણે કોઈ પણ ન જુએ તેને ગુપ્ત સ્થાને આને મારીને લાવો.” તે સાંભળીને વસુ અને પર્વત એ બન્ને જણે જુદી જુદી દિશામાં નિર્જન પ્રદેશમાં જઈને તે કૂકડાને હણ્યો. અને નારદ તો અત્યંત દૂર શૂન્ય સ્થાન છે, તો પણ અહીં હું દેખું છું, દેવો દેખે છે, સિદ્ધો દેખે છે તથા જ્ઞાની પણ દેખે છે. જે સ્થાને કોઈ પણ ન દેખે એવું સ્થાન તો આખા વિશ્વને વિષે કોઈ પણ નથી, તેથી ખરેખર આ કૂકડો અવળે છે (વધ કરવા યોગ્ય નથી). એવો ગુરુની વાણીનો અભિપ્રાય જણાય છે. સ્વભાવથી જ પરમ દયાળુ એવા ગુરુએ જે અમને વધ કરવાનો આદેશ આપ્યો છે, તે અમારી પરીક્ષા માટે જ આપ્યો જણાય છે.” પછી અનુક્રમે તે ત્રણે શિષ્યોએ આવી પોતપોતાનું વૃત્તાંત ગુરુને નિવેદન કર્યું. તે સાંભળીને ઉપાધ્યાયે “નારદ જ સ્વર્ગગામી છે.” એમ નિશ્ચય કરીને તેને ગૌરવતા થી આલિંગન કર્યું, અને બીજા બન્નેની નિંદા કરી. પછી તે જ કારણથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી ઉપાધ્યાયે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એટલે તેના સ્થાન પર તેનો પુત્ર પર્વતક બેઠો. અનુક્રમે અભિચંદ્ર રાજાએ પણ દીક્ષા લીધી, તેથી તેની ગાદીએ વસુ રાજા થયો. તે વસુ રાજા પોતાના સત્યવાદીપણાને પ્રસિદ્ધ કરવા માટે સત્ય જ બોલતો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org