Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૪ જ્ઞાનપદ ભજીએ રે ચક્ષુરહિત હોવાથી સમગ્ર સમૃદ્ધિના સારભૂત રાજ્યને અથવા યુવરાજપણાને કેમ લાયક હોય ?’’ આ પ્રમાણે તે રાજા ખેદ સહિત હૃદયમાં વારંવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી કુણાલ કુમારને સમૃદ્ધિવાળું બીજું ગામ આપ્યું. અને તેની અપરમાતાના પુત્રને ઉજ્જયિની આપી. અનુક્રમે તે સમૃદ્ધિવાળા ગામને ભોગવતાં કુણાલ કુમારની “શરદશ્રી” નામની પત્નીએ વિદ્નર પર્વતની પૃથ્વી વૈસૂર્ય . રત્નને પ્રસવે તેમ સારા લક્ષણવાળા પુત્રરત્નને પ્રસવ્યો. તે વખતે “હું અપર માતાનો મનોરથ વ્યર્થ કરું, અને પોતાની માતાનો મનોરથ સફળ કરું.” એમ વિચારીને કુણાલ કુમાર રાજ્ય લેવાની ઇચ્છાથી પાટલીપુત્રમાં જઈ અનુપમ ગંધર્વ કળાએ કરીને પુરના લોકોનું રંજન કરવા લાગ્યો. તેની અપૂર્વ કળા સાંભળીને અશોકશ્રી રાજાએ તેને જવનિકામાં રાખીને ગાવાની આજ્ઞા કરી. ત્યારે તે પણ સુંદર કાવ્યના પ્રબંધ વડે ગતાં ગાતાં આ પ્રમાણે બોલ્યો, चंदगुत्तपत्तो उ बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुत्त अंधो जाचड़ कायपिं ॥ १ ॥ અર્થચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકશ્રીનો કે જે અંધ છે, તે કાકણીની યાચના કરે છે. ૧. પુત્ર તે સાંભળીને રાજાએ બહુમાનથી તેને પૂછ્યું કે—“તુ કોણ છે?” તે બોલ્યો— “આપની આજ્ઞાનું આરાધન કરવામાં એકાગ્ર ચિત્તવાળો હું આપનો પુત્ર કુણાલ છું, કે જેણે પિતાની આજ્ઞાથી પોતાના પ્રાણથી પણ અધિક વહાલાં નેત્રો ગુમાવ્યાં છે.' તે સાંભળીને રાજા હર્ષ પામી સ્નેહ સહિત આખા શરીરે રોમાંચ રૂપ કંચુકને ધારણ કરતો તે કુમારને આલિંગન દઈને બોલ્યો કે— “હું તારા પર તુષ્ટમાન છું. તારી ઇચ્છા હોય તે માગ.” તે બોલ્યો કે— “હું કાકણી માગું છુ. બીજું કાંઈ માગતો નથી.” રાજાએ કહ્યું– “હે વત્સ ! તું મહાબુદ્ધિવાન છતાં કેમ આવું અત્યંત તુચ્છ માગે છે ?” તે વખતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322