Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 314
________________ વ્યંજનને અધિક કરવા ઉપર કથા. ૩૦૩ ઉપક્રમ (ઉદ્યોગ) કર્યો હતો, પરંતુ તેને બદલે પરિણામમાં જન્મપર્યત બને નેત્રોની અંધતા પ્રાપ્ત થઈ. કહ્યું છે કે जं जेणं कयं कम्मं पुव्वभवे इहभवे वसंतेणं । तं तेण वेइअव्वं, निमित्तमित्तो परो होइ ॥२॥ અર્થ– પૂર્વ ભવમાં અથવા આ ભવમાં વસતાં જેણે જે કર્મ કર્યું છે, તે અવશ્ય તેણે ભોગવવાનું જ છે, તેમાં બીજો પ્રાણી તો નિમિત માત્ર જ છે. ૨ धारिजइ इंतो जलनिही वि कल्लोलभिन्नं कुलसेलो । न हु अन्नजम्म निम्मिअ सुहासुहो दिव्वपरिणामो ॥१॥ અર્થ– તરંગોએ કરીને મોટા કુળપર્વતને પણ ભેદનાર એવા સમુદ્રને ધારણ કરી શકાય (અટકાવી શકાય), પરંતુ પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ કર્મના પરિણામ અટકાવી શકાતા નથી. તે પછી રાજાએ આ વૃત્તાન્ત સાંભળીને વિચાર્યું કે- “મને ધિક્કાર છે કે મેં કૂટ લેખ લખીને અકાર ઉપર અનુસ્વાર મૂકવા રૂપ પ્રમાદ વડે તીવ્ર અગ્નિની જેમ આટલો બધો અનર્થ કર્યો ! અથવા ઉન્માદની જેવો પ્રમાદ જીવને કયા કયા અનર્થ નથી પમાડતો? અને કયા કયા મનોરથોનો નાશ નથી કરતો ? કહ્યું છે કે प्रमादः परम द्वेषी, प्रमादः परमं विपम् । प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकायनम् ॥१॥ અર્થ– પ્રમાદ મોટો શત્રુ છે, પ્રમાદ મહા ઉત્કટ વિષ છે, પ્રમાદ મુક્તિપુરીનો ચોર છે, અને પ્રમાદ નરકનું સ્થાન છે. ૧. રાજ્યને યોગ્ય એવા પુત્રનો આ પ્રમાણે વિનાશ કરવામાં હેતુરૂપ અને સંતાનનો નાશ કરવામાં સાક્ષાત્ ધૂમકેતુરૂપ મને મૂર્ખને ધિક્કાર છે. હવે તો તે પુત્ર પ્રાણથી પણ અધિક પ્રિય છતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322