Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 318
________________ અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત ૩૦૭ એકદા કોઈ શિકારી વિંધ્યાચળના પર્વતમાં શિકાર કરવા ગયો. ચાં તેણે એક મૃગ પર તીર ફેંકયું. તે તીર વચમાં જ અલના પામ્યું. ને જોઈ આશ્ચર્ય પામી તે શિકારી તીરની પાસે ગયો. ત્યાં હસ્તનો સ્પર્શ થવાથી “આ વચ્ચે સ્ફટિકમણિની મોટી શિલા છે.” એમ તેણે જાણ્યું. પછી “આ શિલા રાજાને યોગ્ય છે” એમ વિચારી તેણે વસુ રાજાને આ વાત જણાવી. રાજાએ તે શિલા લઈને તેને સારું ઈનામ આપ્યું. પછી રાજાએ શિલ્પીઓ પાસે ગુપ્ત રીતે તે શીલાની આસનવેદિકા કરાવીને તે શિલ્પીઓને મારી નાંખ્યા. પછી તે વેદિકાને પોતાના સિંહાસનની નીચે સ્થાપના કરી અને “સત્યવાદીપણાને લીધે તેનું સિંહાસન આકાશમાં નિરાધાર રહે છે” એવી પોતાની ખ્યાતિ સર્વત્ર પ્રસિદ્ધ કરાવી. તે પ્રસિદ્ધિને લીધે વસુ રાજાને દેવતા સાનિધ્ય કરે છે એવા ભયથી સર્વે રાજાઓ તેને આધીન થયા. એકદા પર્વતકે પોતાના શિષ્યોને ભણાવતાં “અફેર્યષ્ટવ્ય (અજ વડે યજ્ઞ કરવો)” એ ઋગ્વદની શ્રુતિના વ્યાખ્યાનમાં “અજ એટલે બકરા વડે યજ્ઞ કરવો” એવો અર્થ કર્યો. તે સાંભળીને તેને મળવા આવેલો નારદ કે જે તેની પાસે બેઠો હતો તે બોલ્યો કે- “હે ભાઈ! તું આવો અર્થ ન કર. કેમકે જે વાવ્યા છતાં પણ ઊગે નહીં તે “અજ' કહેવાય છે, તેથી અહીં અજ એટલે ત્રણ વર્ષ ઉપરાંતની ડાંગર (ધાન્ય) લેવાની છે. - આપણા ગુરુએ પણ એમ જ કહ્યું છે. માટે ધર્મોપદેષ્ટા ગુરુને તથા ધર્મપ્રતિપાદક શ્રુતિને તે અન્યથા ન કર.” આ પ્રમાણે બહુ કહ્યા છતાં પણ પર્વતકે અભિમાનથી પોતાનો આગ્રહ મૂક્યો નહીં. છેવટે તેમણે વાદ કરતાં જીભનો છેદ કરવાની શરત કરી, અને વસુ રાજાને સાક્ષી કર્યો. તે સાંભળીને પર્વતકની માતાએ એકાંતમાં પુત્રને કહ્યું કે- “હે પુત્ર ! મેં પણ તારા પિતાને અજ શબ્દનો અર્થ ત્રણ ૧. જે હારે તેની જીભ કાપવી એવી હોડ કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322