________________
વ્યંજનને અધિક કરવા ઉપર કથા
૩૦૧ પ્રધાનના હાથમાં આપ્યો, પ્રધાને તે કાગળ વાંચ્યો, અને તેમાં લખેલી હકીકત જાણી અત્યંત ખેદ પામ્યો. કાગળની હકીકત કહેવાને અસમર્થ એવા પ્રધાનનાં નેત્રમાં અશ્રુ આવ્યાં એટલે કુણાલકુમારે પોતે જ તે કાગળ વાંચ્યો. તેમાં “અંધીયતાનઃ કુમાર:” એવા અક્ષર જોઈ અત્યંત ઉદ્વેગ પામી વિચાર કરવા લાગ્યો કે- “ખરેખર મેં કાંઈપણ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો હશે, નહીં તો મારા એકાંત હિતને જ ઈચ્છનાર પિતા આવી આજ્ઞા કેમ આપે ? માટે જે પિતાની આજ્ઞાનું ઉલ્લઘંન કરે તેને દુષ્ટ પુત્ર જાણવો.” એમ વિચારી કુણાલકુમારે, પ્રધાનાદિકે રાજાની આજ્ઞાનો નિર્ણય કરવા માટે થોડો વખત વિલંબ કરવાનું બહુ રીતે કહ્યા છતાં પણ તત્કાળ દુર્દેવના વશથી અગ્નિ વડે તપાવેલી સળી વતી પોતાનાં બને નેત્રો જ્યાં (ફોડ્યાં). અહો! મહાપુરુષોને પણ વિના વિચાર્યું કાર્ય મહા અનર્થકારી થાય છે કહ્યું છે કે- सहसा विदधीत न क्रियामाविवेक परमापदां पदम् ।
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः ।।
અર્થ– સહસા (વગર વિચારે) કાર્ય કરવું નહીં. કેમકે અવિવેક એ પરમ (મોટી) આપત્તિનું સ્થાન છે. ગુણોમાં લુબ્ધ થયેલી સંપત્તિઓ પોતાની મેળે જ વિચારીને કાર્ય કરનારાને વરે છે ૧.
આવા ખરાબ પરિણામવાળા કાર્યમાં ગુરુની આજ્ઞાના આરાધકને " પણ ગુરુની આજ્ઞા અયોગ્ય જણાતી હોય તો કાળનો વિલંબ કરવો
એમ શાસ્ત્રમાં કહેલું છે. અને તેવો વિલંબ કરવો તે પણ ત્રણ વખત આજ્ઞા થાય ત્યાં સુધી પુરુષોને કલ્યાણકારી છે. કહ્યું છે કે
क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् ।। दिनेन लभ्यते कालः, कालात्कालो भविष्यति ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org